Gandhinagar: હેલ્મેટ વિના વાહન ચલાવતા સરકારી કર્મચારીઓ સંદેશ ન્યૂઝના રીયાલિટી ચેકમાં ઝડપાયા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર ટ્રાફિકના નિયમોને લઈને ટકોર કરવામાં આવે છે. તેમ છતાં પણ કોઈ તેના પર ધ્યાન નથી આપતું. ગઇકાલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરજિયાત હેલમેટ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.હાઇકોર્ટે શું કહ્યું હતું? જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે "જે લોકો હેલ્મેટ વગર દેખાય એને ઓફિસના સમયે દરમિયાન ત્યાં જ રોકી રાખો, ભલે તેમને મોડુ થતું હોય તેમ છતાં તેમને ત્યાંથી જવા ના દો, જ્યારે ઓફિસમાં જ્યારે તેમને ઠપકો પડશે ત્યારે તેમને ખબર પડશે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે" સચિવાલયમાં હેલ્મેટ વગર જ પ્રવેશ ત્યારે સંદેશ દ્વારા રીયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સચિવાલયમાં કર્મચારીઓ હેલ્મેટ વગર જ પ્રવેશતા નજરે પડ્યા હતા. સચિવાલયમાં મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર આવતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. સરકારી કર્મચારીઓ જ નિયમોનું પાલન ન કરતાં જોવા મળી રહ્યા હતા. સંદેશ દ્વારા રીયાલિટી ચેક કરવામાં આવ્યું બીજી તરફ પોલીસ ભવનમાં પણ સંદેશ દ્વારા રીયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ડીજીપી ઓફિસમાં પણ હેલ્મેટ વગર જ પ્રવેશ ન આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું, પણ અહીં ફક્ત કેમેરા જોઈને જ હેલમેટ વગર લોકોને રોકવામાં આવે છે કે પછી કાયમી ધોરણે રોકે છે તેને લઈને સવાલો ઊભા થયા હતા. હેલ્મેટના નિયમોના પાલન માટે ટેકનોલોજીનો ઉપયોગ મહત્વનું કહી શકાય કે, હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર ટ્રાફિક સૌથી વધારે હોય છે, લોકોની અવરજવર પણ વધારે હોય છે, એવી જગ્યાએ ઉપર એક ચેક પોસ્ટ ઉભી કરીને લોકોને હેલ્મેટના નિયમોનો અમલ કરાવો અને એમનામાં જાગૃતિ લાવવું જોઈએ અને એના માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ.

Gandhinagar: હેલ્મેટ વિના વાહન ચલાવતા સરકારી કર્મચારીઓ સંદેશ ન્યૂઝના રીયાલિટી ચેકમાં ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર ટ્રાફિકના નિયમોને લઈને ટકોર કરવામાં આવે છે. તેમ છતાં પણ કોઈ તેના પર ધ્યાન નથી આપતું. ગઇકાલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરજિયાત હેલમેટ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

હાઇકોર્ટે શું કહ્યું હતું?

જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે "જે લોકો હેલ્મેટ વગર દેખાય એને ઓફિસના સમયે દરમિયાન ત્યાં જ રોકી રાખો, ભલે તેમને મોડુ થતું હોય તેમ છતાં તેમને ત્યાંથી જવા ના દો, જ્યારે ઓફિસમાં જ્યારે તેમને ઠપકો પડશે ત્યારે તેમને ખબર પડશે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે"

સચિવાલયમાં હેલ્મેટ વગર જ પ્રવેશ

ત્યારે સંદેશ દ્વારા રીયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સચિવાલયમાં કર્મચારીઓ હેલ્મેટ વગર જ પ્રવેશતા નજરે પડ્યા હતા. સચિવાલયમાં મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર આવતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. સરકારી કર્મચારીઓ જ નિયમોનું પાલન ન કરતાં જોવા મળી રહ્યા હતા.

સંદેશ દ્વારા રીયાલિટી ચેક કરવામાં આવ્યું

બીજી તરફ પોલીસ ભવનમાં પણ સંદેશ દ્વારા રીયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ડીજીપી ઓફિસમાં પણ હેલ્મેટ વગર જ પ્રવેશ ન આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું, પણ અહીં ફક્ત કેમેરા જોઈને જ હેલમેટ વગર લોકોને રોકવામાં આવે છે કે પછી કાયમી ધોરણે રોકે છે તેને લઈને સવાલો ઊભા થયા હતા.

હેલ્મેટના નિયમોના પાલન માટે ટેકનોલોજીનો ઉપયોગ

મહત્વનું કહી શકાય કે, હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર ટ્રાફિક સૌથી વધારે હોય છે, લોકોની અવરજવર પણ વધારે હોય છે, એવી જગ્યાએ ઉપર એક ચેક પોસ્ટ ઉભી કરીને લોકોને હેલ્મેટના નિયમોનો અમલ કરાવો અને એમનામાં જાગૃતિ લાવવું જોઈએ અને એના માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ.