Gandhinagar: શેરબજારમાં રોકાણના નામે 27 કરોડની છેતરપિંડી : 29ની ધરપકડ

ગાંધીનગર નજીક દંતાલી પાસે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે પુર્વ બાતમીના આધારે દરોડો પાડીને 29 શખસોની ધરપકડ કરી છે. આ શખસો શેરબજારના નામે ડબ્બા ટ્રેડિંગ ચલાવી લોકોને ફસાવતા હતા. પ્રાથમિક તપાસમાં રોકાણકારો સાથે થયેલી છેતરપીંડીનો આંકડો 27 કરોડે પહોંચ્યો છે. મોટાભાગના આરોપીઓ વિસનગર અને વડનગરના છે. ડબ્બા ટ્રેડિંગનું એપીસેન્ટર મહેસાણા પંથક હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. તેઓનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં પ્રસરેલુ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના રોકાણકારો પણ તેમનો ભોગ બનેલા છે. જે શખસોની ધરપકડ કરવામા આવી છે તેઓ ડબ્બા ટ્રેડિંગ માટે ટ્રેઇન થયેલા યુવાનો છે. જેઓ રોકાણકારોને ખેંચી લાવવા માટે અલગ અલગ ભુમિકા ભજવતા હતા. મહેસાણાના વડનગર, વિસનગર, ખેરાલુ, સતલાસણા પંથકમાં આ ગેંગે હાહાકાર મચાવ્ય હતો. પોલીસને છેલ્લા કેટલાક સમયથી આ ગેંગ સામે 12 જેટલી જાણવા જોગ ફરિયાદ મળી હતી. બનાવની ગંભીરતાને જોઇને રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવે તપાસ માટે એસઆઇટીની રચના કરી હતી. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશનની ટીમની તપાસમાં ગેંગના મુખ્ય સુત્રધાર પ્રિર્યશ ઉર્ફે પી.પી પ્રકાશ રાવળષ મિત પ્રકાશ રાવળ (બંને રહે. વડનગર), નરેશજી કાંતીજી ઠાકોર રહે. વિસનગર) દ્વારા દંતાલીના ગ્રીનવુડ ફેઝ-4 પ્રેરણાધામ નામન શેડ ભાડે રાખી કોલર તરીકે ગેંગના અન્ય સભ્યો પાસેથી કામ લઇને તેઓને શેરબજારના નામે ડબ્બા ટ્રેડિંગની જાળમાં ફસાવતા હોવાની બાતમી મળી હતી. જે આધારે દરોડો પાડતા ઉપરોક્ત શખસો ઝડપાયા હતા. આ મામલે રેન્જ આઇજી વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યુ કે, આ ગેંગના સભ્યો રોકાણકારોને તેઓ પ્રતિષ્ઠિત બ્રોકરેજ કંપનીઓના કમિશન એજન્ટ તરીકે કામ કરતા હોવાનું કહીને શેરબજારમાં રોકાણકરવાથી ઉંચા પ્રોફિટની લાલચ આપી રોકાણકારો પાસેથી પૈસાનું રોકાણ કરાવતા હતા. પ્રાથમિક તપાસમાં કુલ 42 એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે. જે પૈકી મોટાભાગના ડમી હોવાનું અને તેમાં 27 કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાનું ખુલ્યુ છે. પૈસાના ટ્રાન્જેક્શન અને બેંક એકાઉન્ટ માટે તેઓએ સાત જેટલી ડુપ્લીકેટ ફર્મપણ ઉભી કરી હોવાનું જણાયુ છે.આ શખસો રોકાણકારો પાસેથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી શેરની લે વેચ કરતા નહતા. માત્ર વોટ્સએપ દ્વારા બનાવટી ટ્રેડના ડેટા તૈયાર કરી શેર અને ફ્યુચર ઓપ્શનની લે વેચની રકમ એડિટ કરીને રોકાણકારોને લોશ થયો હોય તેવા આંકડા દર્શાવતા હતા. જેનો સ્ક્રિનશોટ તેઓ રોકાણકારોને વોટ્સએપ મારફત મોકલતા હતા. આ ગેંગનો ભોગ બનેલા મોટાભાગના રોકાણકારોને શેરબજારના કક્કાની પણ જાણ નહી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. આ ગેંગનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં પ્રસરેલુ છે.

Gandhinagar: શેરબજારમાં રોકાણના નામે 27 કરોડની છેતરપિંડી : 29ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર નજીક દંતાલી પાસે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે પુર્વ બાતમીના આધારે દરોડો પાડીને 29 શખસોની ધરપકડ કરી છે.

આ શખસો શેરબજારના નામે ડબ્બા ટ્રેડિંગ ચલાવી લોકોને ફસાવતા હતા. પ્રાથમિક તપાસમાં રોકાણકારો સાથે થયેલી છેતરપીંડીનો આંકડો 27 કરોડે પહોંચ્યો છે. મોટાભાગના આરોપીઓ વિસનગર અને વડનગરના છે. ડબ્બા ટ્રેડિંગનું એપીસેન્ટર મહેસાણા પંથક હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. તેઓનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં પ્રસરેલુ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના રોકાણકારો પણ તેમનો ભોગ બનેલા છે. જે શખસોની ધરપકડ કરવામા આવી છે તેઓ ડબ્બા ટ્રેડિંગ માટે ટ્રેઇન થયેલા યુવાનો છે. જેઓ રોકાણકારોને ખેંચી લાવવા માટે અલગ અલગ ભુમિકા ભજવતા હતા.

મહેસાણાના વડનગર, વિસનગર, ખેરાલુ, સતલાસણા પંથકમાં આ ગેંગે હાહાકાર મચાવ્ય હતો. પોલીસને છેલ્લા કેટલાક સમયથી આ ગેંગ સામે 12 જેટલી જાણવા જોગ ફરિયાદ મળી હતી. બનાવની ગંભીરતાને જોઇને રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવે તપાસ માટે એસઆઇટીની રચના કરી હતી. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશનની ટીમની તપાસમાં ગેંગના મુખ્ય સુત્રધાર પ્રિર્યશ ઉર્ફે પી.પી પ્રકાશ રાવળષ મિત પ્રકાશ રાવળ (બંને રહે. વડનગર), નરેશજી કાંતીજી ઠાકોર રહે. વિસનગર) દ્વારા દંતાલીના ગ્રીનવુડ ફેઝ-4 પ્રેરણાધામ નામન શેડ ભાડે રાખી કોલર તરીકે ગેંગના અન્ય સભ્યો પાસેથી કામ લઇને તેઓને શેરબજારના નામે ડબ્બા ટ્રેડિંગની જાળમાં ફસાવતા હોવાની બાતમી મળી હતી. જે આધારે દરોડો પાડતા ઉપરોક્ત શખસો ઝડપાયા હતા. આ મામલે રેન્જ આઇજી વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યુ કે, આ ગેંગના સભ્યો રોકાણકારોને તેઓ પ્રતિષ્ઠિત બ્રોકરેજ કંપનીઓના કમિશન એજન્ટ તરીકે કામ કરતા હોવાનું કહીને શેરબજારમાં રોકાણકરવાથી ઉંચા પ્રોફિટની લાલચ આપી રોકાણકારો પાસેથી પૈસાનું રોકાણ કરાવતા હતા. પ્રાથમિક તપાસમાં કુલ 42 એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે. જે પૈકી મોટાભાગના ડમી હોવાનું અને તેમાં 27 કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાનું ખુલ્યુ છે. પૈસાના ટ્રાન્જેક્શન અને બેંક એકાઉન્ટ માટે તેઓએ સાત જેટલી ડુપ્લીકેટ ફર્મપણ ઉભી કરી હોવાનું જણાયુ છે.આ શખસો રોકાણકારો પાસેથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી શેરની લે વેચ કરતા નહતા. માત્ર વોટ્સએપ દ્વારા બનાવટી ટ્રેડના ડેટા તૈયાર કરી શેર અને ફ્યુચર ઓપ્શનની લે વેચની રકમ એડિટ કરીને રોકાણકારોને લોશ થયો હોય તેવા આંકડા દર્શાવતા હતા. જેનો સ્ક્રિનશોટ તેઓ રોકાણકારોને વોટ્સએપ મારફત મોકલતા હતા. આ ગેંગનો ભોગ બનેલા મોટાભાગના રોકાણકારોને શેરબજારના કક્કાની પણ જાણ નહી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. આ ગેંગનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં પ્રસરેલુ છે.