Gandhinagar : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, સરકારી ભરતીમાં કૌંભાડ, OBC હોવા છતાં ST સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાઓ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજીને સરકારી નોકરીઓમાં નકલી જાતિ પ્રમાણપત્ર ના આધારે નોકરી મેળવવાનું એક બહુ મોટું કૌભાંડ મીડિયા સમક્ષ ઉજાગર કર્યું છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે, કેટલાક ચોક્કસ ઉમેદવારોએ મૂળ ઓબીસી કેટેગરીના હોવા છતાં ગેરકાયદેસર રીતે એસટી ના પ્રમાણપત્રો મેળવીને સરકારી નોકરીઓ હડપી લીધી છે.
નવઘણ સરસૈયા નામના ઉમેદવારના અસલી OBC સર્ટિફિકેટ બતાવ્યા
યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પુરાવા રજૂ કરતાં નવઘણ સરસૈયા નામના ઉમેદવારના અસલી OBC સર્ટિફિકેટ બતાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વસુંધરા ગામમાં કોઈ આદિવાસી વસ્તી ન હોવા છતાં, ત્યાંથી ખોટી રીતે આ જ્ઞાતિના પ્રમાણપત્રો ઈશ્યુ કરવામાં આવ્યા છે. ઓબીસી કેટેગરીમાં આવતા હોવા છતાં આ ઉમેદવારોએ એસટી અનામતનો લાભ લઈને લાયક આદિવાસી યુવાનોના હક પર ત્રાપ મારી છે. આ ઘટનાને પગલે જે-તે ગામની આખી ડેમોગ્રાફી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
સમગ્ર કેસમાં તટસ્થ તપાસની માગ
વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો છે કે, આ માત્ર 1 કે 2 ઉમેદવાર પૂરતો મર્યાદિત મામલો નથી, પરંતુ તેની પાછળ એક આખું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા છે. કાયદેસરના આદિવાસી ઉમેદવારો અન્યાયનો ભોગ ન બને તે માટે આ સમગ્ર કૌભાંડની કોઈ ઉચ્ચ સ્તરીય કમિટી અથવા સ્વતંત્ર એજન્સી દ્વારા તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે. જો તપાસ યોગ્ય રીતે થશે તો આગામી દિવસોમાં ઘણા મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, અનેક તર્ક-વિતર્ક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

