Gandhinagar: વારાણસીના યુવા ખેડૂતે સ્વદેશી બીજમાંથી 4.5 ફૂટ લાંબી દૂધીનું ઉત્પાદન મેળવ્યું
સે-17ના એક્ઝીબીશન સેન્ટર ખાતે રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ આયોજિત કૃષિ સંમેલનમાં વારાણસીથી આવેલા એક યુવા ખેડૂતના હાથમાં સાડાચાર ફુટ લાંબી દુધી જોઈ સૌ આૃર્યચકિત થઈ ગયા હતા.સ્વદેશી બિયારણમાંથી ઉગેલા વેલામાં 80 થી 100 જેટલી દૂધી લાગતી હોય તેવો આ યુવા ખેડુતે દાવો કર્યો હતો. તાજેતરમાં જ રાજ્યપાલના હસ્તે યુવા ખેડુતને કૃષિ ગૌરવ એવોર્ડ આપવામાં આવ્યો હતો. છેક ઉત્તર પ્રદેશના વારાણસીના ટંડિયા ગામથી આવેલા સુર્ય પ્રકાશસિંહને કૃષિ ગૌરવ પુસ્કાર-2024 રાજ્યપાલના હસ્તે એનાયત થયો હતો. તેમની ત્રીજી પેઢી પ્રાકૃતિક ખેતી કરી રહી છે. તેમના દાદા, પિતા અને હવે બે ભાઈઓ પણ જૈવિક ખેતીને અપનાવી છે, અને તેમાં સતત સંશોધનો કરી રહ્યા છે. આજે તેઓ અન્ય ખેડૂતો માટે એક આદર્શ બન્યા છે. સૂર્ય પ્રકાશસિંહ તથા તેમના મોટભાઈ રઘુવીરકુમારસિંહ બંને ભાઈઓએ ધાન્યમાં ખાસ કરીને ઘઉં (કુદરત-9) અને શાકભાજીના સ્વદેશી બિયારણનું નિર્માણ કર્યુ છે. તેમનું કહેવું છે કે, એક એકર ખેતરમાં ઘઉંના 40 કિલો સ્વદેશી બિયારણમાંથી અંદાજે 25થી 30 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે. અને ખર્ચ પ્રતિ એકર માત્ર ચાર થી પાંચેક હજાર જેટલો આવે છે. તેમનો દાવો છે કે, તેમણે સ્વદેશી ઘઉંના બિયારણનું જે સંશોધન કર્યું છે તેમાંથી જ સતત પાંચ વર્ષ સુધી નવા બીજ ઉત્પન્ન કરી શકાય છે. જમીનને બંજર બનતી અટકાવવા અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટકે જેવી બિમારીથી લોકોને બચાવવા પ્રાકૃતિક ખેતી એ જ એક વિકલ્પ છે. રાસાયણિક ખાતર-દવાના ઉપયોગને કારણે ધાન્યપાકોમાં પોષક તત્વો ઘટયા છે. એમ કહી શકાય કે આપણે ક્યાંકને ક્યાંક ઝેરીલો ખોરાક જ આરોગી રહ્યા છે. જેના કારણે લોકોમાં બિમારીઓ પણ વધવા લાગી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા ગાંધીનગર ખાતે યોજાયેલા કૃષિ પત્રકાર સંમેલનમાં આહવાન કર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સે-17ના એક્ઝીબીશન સેન્ટર ખાતે રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ આયોજિત કૃષિ સંમેલનમાં વારાણસીથી આવેલા એક યુવા ખેડૂતના હાથમાં સાડાચાર ફુટ લાંબી દુધી જોઈ સૌ આૃર્યચકિત થઈ ગયા હતા.
સ્વદેશી બિયારણમાંથી ઉગેલા વેલામાં 80 થી 100 જેટલી દૂધી લાગતી હોય તેવો આ યુવા ખેડુતે દાવો કર્યો હતો. તાજેતરમાં જ રાજ્યપાલના હસ્તે યુવા ખેડુતને કૃષિ ગૌરવ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
છેક ઉત્તર પ્રદેશના વારાણસીના ટંડિયા ગામથી આવેલા સુર્ય પ્રકાશસિંહને કૃષિ ગૌરવ પુસ્કાર-2024 રાજ્યપાલના હસ્તે એનાયત થયો હતો. તેમની ત્રીજી પેઢી પ્રાકૃતિક ખેતી કરી રહી છે. તેમના દાદા, પિતા અને હવે બે ભાઈઓ પણ જૈવિક ખેતીને અપનાવી છે, અને તેમાં સતત સંશોધનો કરી રહ્યા છે. આજે તેઓ અન્ય ખેડૂતો માટે એક આદર્શ બન્યા છે. સૂર્ય પ્રકાશસિંહ તથા તેમના મોટભાઈ રઘુવીરકુમારસિંહ બંને ભાઈઓએ ધાન્યમાં ખાસ કરીને ઘઉં (કુદરત-9) અને શાકભાજીના સ્વદેશી બિયારણનું નિર્માણ કર્યુ છે.
તેમનું કહેવું છે કે, એક એકર ખેતરમાં ઘઉંના 40 કિલો સ્વદેશી બિયારણમાંથી અંદાજે 25થી 30 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે. અને ખર્ચ પ્રતિ એકર માત્ર ચાર થી પાંચેક હજાર જેટલો આવે છે. તેમનો દાવો છે કે, તેમણે સ્વદેશી ઘઉંના બિયારણનું જે સંશોધન કર્યું છે તેમાંથી જ સતત પાંચ વર્ષ સુધી નવા બીજ ઉત્પન્ન કરી શકાય છે. જમીનને બંજર બનતી અટકાવવા અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટકે જેવી બિમારીથી લોકોને બચાવવા પ્રાકૃતિક ખેતી એ જ એક વિકલ્પ છે. રાસાયણિક ખાતર-દવાના ઉપયોગને કારણે ધાન્યપાકોમાં પોષક તત્વો ઘટયા છે. એમ કહી શકાય કે આપણે ક્યાંકને ક્યાંક ઝેરીલો ખોરાક જ આરોગી રહ્યા છે. જેના કારણે લોકોમાં બિમારીઓ પણ વધવા લાગી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા ગાંધીનગર ખાતે યોજાયેલા કૃષિ પત્રકાર સંમેલનમાં આહવાન કર્યું હતું.