Gandhinagar: મારી ઉપર જીવલેણ હુમલા થયેલ છે, મને બંદૂક લાયસન્સ આપો: MLA
બંદૂકના લાયસન્સ મુદ્દે AAPના ધારાસભ્યની રજૂઆત મોટાભાગના લાયસન્સ બુટલેગરને અપાયા છેઃ મકવાણા મેં સ્વરક્ષણ માટે લાયસન્સ માંગ્યું છે: ઉમેશ મકવાણા ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેનો આજે છેલ્લો દિવસ છે. જે દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બંદૂક લાયસન્સ માટે ગૃહમાં જાહેરાત કરી હતી. મકવાણાએ જણાવ્યું હતું કે, મારી ઉપર જીવલેણ હુમલો થયો છે તેમ છતાં મને બંદૂક લાયસન્સ આપવામાં આવેલ નથી. બુટલેગરોને બંદૂક લાયસન્સ આપ્યા છે: મકવાણા ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી પર જીવલેણ હુમલો થયો છે તેમ છતાં મને કલેક્ટર અને એસ.પી. દ્વારા લાયસન્સ આપવામાં આવેલ નથી. અને બુટલેગરોને લાયસન્સ આપવામાં આવે છે. મારી પર ભુતકાળમાં અનેકવાર હુમલા થયેલા છે. તેમ છતાં જિલ્લાના કલેક્ટર અને એસ.પી. દ્વારા તેને ધ્યાને લેવામાં આવેલ નથી. અને મારી અરજી નામંજૂર કરેલ છે. તમે પત્રકાર છો જાહેરમાં અનેક વિષયમાં બોલો છો: સંઘવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બંદૂક માટે ગૃહમાં રજૂઆત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઈ વ્યક્તિને બંદૂકની જરૂર પડતી નથી પણ ઉમેશ મકવાણાને કેમ જરૂર પડી રહી છે. જો લાયસન્સ જોઇએ તો નિયમ મુજબ પ્રોસેસ કરવી જોઈએ. તેમ છતાં હું ફોલોઅપ લઇને ચોક્કસ ન્યાય મળે તેવા પ્રયાસ કરીશ. વધુમાં સંઘવીએ જણાવ્યું હતું કે, તમે પત્રકાર છો જાહેરમાં અનેક વિષયમાં બોલો છો તો પણ કોઈ પત્રકારને બંદૂકની જરૂર નથી પડી પરંતુ ઉમેશભાઈને કેમ જરૂર પડી રહી છે. જો એને જોઈતું હોય તો નિયમ મુજબ પ્રોસેસ ફોલો કરે. હું ફોલો અપ લઈને તેમને આ મામલે ચોક્કસ ન્યાય મળે તેવા પ્રયાસ કરીશ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બંદૂકના લાયસન્સ મુદ્દે AAPના ધારાસભ્યની રજૂઆત
- મોટાભાગના લાયસન્સ બુટલેગરને અપાયા છેઃ મકવાણા
- મેં સ્વરક્ષણ માટે લાયસન્સ માંગ્યું છે: ઉમેશ મકવાણા
ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેનો આજે છેલ્લો દિવસ છે. જે દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બંદૂક લાયસન્સ માટે ગૃહમાં જાહેરાત કરી હતી. મકવાણાએ જણાવ્યું હતું કે, મારી ઉપર જીવલેણ હુમલો થયો છે તેમ છતાં મને બંદૂક લાયસન્સ આપવામાં આવેલ નથી.
બુટલેગરોને બંદૂક લાયસન્સ આપ્યા છે: મકવાણા
ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી પર જીવલેણ હુમલો થયો છે તેમ છતાં મને કલેક્ટર અને એસ.પી. દ્વારા લાયસન્સ આપવામાં આવેલ નથી. અને બુટલેગરોને લાયસન્સ આપવામાં આવે છે. મારી પર ભુતકાળમાં અનેકવાર હુમલા થયેલા છે. તેમ છતાં જિલ્લાના કલેક્ટર અને એસ.પી. દ્વારા તેને ધ્યાને લેવામાં આવેલ નથી. અને મારી અરજી નામંજૂર કરેલ છે.
તમે પત્રકાર છો જાહેરમાં અનેક વિષયમાં બોલો છો: સંઘવી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બંદૂક માટે ગૃહમાં રજૂઆત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઈ વ્યક્તિને બંદૂકની જરૂર પડતી નથી પણ ઉમેશ મકવાણાને કેમ જરૂર પડી રહી છે. જો લાયસન્સ જોઇએ તો નિયમ મુજબ પ્રોસેસ કરવી જોઈએ. તેમ છતાં હું ફોલોઅપ લઇને ચોક્કસ ન્યાય મળે તેવા પ્રયાસ કરીશ. વધુમાં સંઘવીએ જણાવ્યું હતું કે, તમે પત્રકાર છો જાહેરમાં અનેક વિષયમાં બોલો છો તો પણ કોઈ પત્રકારને બંદૂકની જરૂર નથી પડી પરંતુ ઉમેશભાઈને કેમ જરૂર પડી રહી છે. જો એને જોઈતું હોય તો નિયમ મુજબ પ્રોસેસ ફોલો કરે. હું ફોલો અપ લઈને તેમને આ મામલે ચોક્કસ ન્યાય મળે તેવા પ્રયાસ કરીશ.