Gandhinagar : મંત્રીમંડળમાં મહત્વના ફેરફાર થવાના ભણકારા વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાયો, વાંચો બીજું શું થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય મંત્રીમંડળમાં મહત્વના ફેરફાર થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાયો છે અને તે ગાંધીનગરમાં હાજર રહી શકે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાત્રે ગુજરાત પરત ફરશે
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે રાજ્યપાલનો પ્રવાસ ટૂંકાવાયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાત્રે ગુજરાત પરત ફરશે જેથી ગમે ત્યારે મંત્રીમંડળમાં ફેરફાર થઇ જાય તેવી ચર્ચાઓ શરુ થઇ ગઇ છે
વિકાસ સપ્તાહ કાર્યક્રમ પણ આજે પૂર્ણ
ઉલ્લેખનિય છે કે 7 ઓક્ટોબરથી શરુ થયેલો રાજ્ય સરકારનો વિકાસ સપ્તાહ કાર્યક્રમ પણ આજે પૂર્ણ થઇ ગયો છે.રાજ્યપાલ હાલ પોતાના વતન કુરુક્ષેત્રના પ્રવાસે
ઉલ્લેખનિય છે કે રાજ્યપાલ હાલ પોતાના વતન કુરુક્ષેત્રના પ્રવાસે છે અને તેઓ 16 તારીખ સુધી ત્યાં જ રહેવાના હતા. જો કે હવે સમાચાર મળી રહ્યા છે કે તેઓ આજે રાત્રે ગાંધીનગર પરત ફરશે
આજે તમામ મંત્રીઓએ સચિવાલય આવવાનું ટાળ્યું
બીજી તરફ આજે તમામ મંત્રીઓએ સચિવાલય આવવાનું ટાળ્યું હતું. બુધવાર હોવા છતાં મંત્રીઓ આજે સચિવાલયમાં આવ્યા ન હતા. જો કે મંત્રીમંડળ વિસ્તરણની તારીખ અંગે હજું સુધી કોઇ સ્પષ્ટતા નથી રાજકારણમાં ભારે ગરમાવો
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે છેલ્લા કેટલાક દિવસથી અનેક અટકળો થઇ રહી છે. હવે આગામી બે ત્રણ દિવસમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે જેથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મલી રહ્યો છે.
What's Your Reaction?






