Gandhinagar: જૂની પેન્શન યોજનાને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

આજે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલ કેબિનેટ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રશ્નોને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. કર્મચારીઓના હિતમાં નિણર્ય લેવામાં આવ્યો 01-04-2005 પહેલાં સરકારમાં લાગેલા છે એવા કર્મચારીઓ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 01-04-2005 પહેલાં ફિક્સ પગાર બાગ કર્મચારી તરીકે નિમણૂક પામેલા છે, તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાભ મળશે. ગુજરાતના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પ્રવક્તા મંત્રીએ આ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન કરી રહ્યા હતા. એટલું જ નહીં, તાજેતરમાં વડાપ્રધાનની મુલાકાત સમયે આંદોલન કરવાની ચીમકી આપી હતી પરંતુ આ કાર્યક્રમ સરકારની હૈયાધારણા બાદ મુલતવી રાખ્યો હતો, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મહામંડળ અને તેની સાથે સંલગ્ન તમામ મંડળના હોદ્દેદારો સાથે સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે. કેબિનેટમાં એમની માગણીઓની સ્વીકારાઈ છે. કેબિનેટની મંજૂરી લીધા બાદ ભૂપેન્દ્ર પટેલની મંજૂરી મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવખત એક સકારાત્મક બાબત જોવા મળી કે કર્મચારી મંડળે કહ્યું કે અમારા જોબચાર્ટ છે. અમારે કરવાના કામમાં વધારાના કામ અમે કરીશું અને એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું. કર્મચારી સાથે જોડાયેલી બાબતો અંગે સકારાત્મક સૂચનો કરીશું. આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે, તે લેખિત સ્વરૂપે પણ આપવાના છે. રાજ્ય સરકારના પેન્શન નિર્ણય પર પ્રતિક્રિયા સંયુક્ત મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે, જૂની પેન્શન યોજના બાબતે ઠરાવ બાકી હતો. કમિટી સાથે બેઠકો યોજવામાં આવી હતી. જે બાદ આજે કેબિનેટનો નિર્ણય થયો છે. હવે ઝડપથી પરિપત્ર કરી દેવામાં આવશે. 2005 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. ભથ્થા બાબતે પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો લાભ 60254 કર્મચારીઓને મળશે. 2005 પહેલા લાગેલા કર્મચારીઓને લાભ મળશે. ભથ્થાઓ બાબતે પણ મંજૂરી મળી છે. 2005 પછીના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના યુપીએસની સ્કીમ બાબતે ઠરાવ બહાર પાડ્યા બાદ અભ્યાસ કરી નિર્ણય લેશું.

Gandhinagar: જૂની પેન્શન યોજનાને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલ કેબિનેટ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રશ્નોને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.

કર્મચારીઓના હિતમાં નિણર્ય લેવામાં આવ્યો

01-04-2005 પહેલાં સરકારમાં લાગેલા છે એવા કર્મચારીઓ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 01-04-2005 પહેલાં ફિક્સ પગાર બાગ કર્મચારી તરીકે નિમણૂક પામેલા છે, તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાભ મળશે.

ગુજરાતના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પ્રવક્તા મંત્રીએ આ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન કરી રહ્યા હતા. એટલું જ નહીં, તાજેતરમાં વડાપ્રધાનની મુલાકાત સમયે આંદોલન કરવાની ચીમકી આપી હતી પરંતુ આ કાર્યક્રમ સરકારની હૈયાધારણા બાદ મુલતવી રાખ્યો હતો,

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મહામંડળ અને તેની સાથે સંલગ્ન તમામ મંડળના હોદ્દેદારો સાથે સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે. કેબિનેટમાં એમની માગણીઓની સ્વીકારાઈ છે. કેબિનેટની મંજૂરી લીધા બાદ ભૂપેન્દ્ર પટેલની મંજૂરી મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવખત એક સકારાત્મક બાબત જોવા મળી કે કર્મચારી મંડળે કહ્યું કે અમારા જોબચાર્ટ છે. અમારે કરવાના કામમાં વધારાના કામ અમે કરીશું અને એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું. કર્મચારી સાથે જોડાયેલી બાબતો અંગે સકારાત્મક સૂચનો કરીશું. આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે, તે લેખિત સ્વરૂપે પણ આપવાના છે.

રાજ્ય સરકારના પેન્શન નિર્ણય પર પ્રતિક્રિયા

સંયુક્ત મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે, જૂની પેન્શન યોજના બાબતે ઠરાવ બાકી હતો. કમિટી સાથે બેઠકો યોજવામાં આવી હતી. જે બાદ આજે કેબિનેટનો નિર્ણય થયો છે. હવે ઝડપથી પરિપત્ર કરી દેવામાં આવશે. 2005 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. ભથ્થા બાબતે પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો લાભ 60254 કર્મચારીઓને મળશે. 2005 પહેલા લાગેલા કર્મચારીઓને લાભ મળશે. ભથ્થાઓ બાબતે પણ મંજૂરી મળી છે. 2005 પછીના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના યુપીએસની સ્કીમ બાબતે ઠરાવ બહાર પાડ્યા બાદ અભ્યાસ કરી નિર્ણય લેશું.