Gandhinagar: કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાના શિક્ષકો પરના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ભભૂક્યો આક્રોશ

Jun 14, 2026 - 12:30
Gandhinagar: કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાના શિક્ષકો પરના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ભભૂક્યો આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષક વર્ગ હંમેશા વહીવટીતંત્રની કરોડરજ્જુ રહ્યો છે. પરંતુ, તાજેતરમાં રાજ્યના કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા દ્વારા એક જાહેર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી શિક્ષકો વિશે કરવામાં આવેલી ટિપ્પણીએ સરકાર માટે નવી મુશ્કેલી ઊભી કરી દીધી છે. મંત્રીએ શિક્ષકોની આર્થિક માગણીઓ અને તેમની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા સમગ્ર રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક સંઘો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વ્યાપક અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

ભ્રામક આંકડાઓ અને પગાર પંચનો ભાંડાફોડ

શિક્ષક પ્રતિનિધિઓએ મંત્રી રમેશ કટારાના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે, જે દેશમાં હજુ સુધી સત્તાવાર રીતે 8મું કે 10મું પગાર પંચ અસ્તિત્વમાં જ નથી આવ્યું અને શિક્ષકો જૂની પેન્શન યોજના કે અન્ય ન્યાયિક ભથ્થાઓ માટે લડી રહ્યા છે, ત્યાં વહીવટી પદ પર બેઠેલા મંત્રી કયા આધારે આવા ભ્રામક આંકડા જાહેર મંચ પરથી બોલી રહ્યા છે? આ પ્રકારનું બેજવાબદાર નિવેદન સામાન્ય જનતાની નજરમાં શિક્ષકોની છબીને ખરડાવવાનો પ્રયાસ છે અને તે સદંતર તથ્યવિહિન છે.

વર્ગખંડ પૂરતી સીમિત નથી કામગીરી, આક્ષેપોથી ઠેસ

મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે શિક્ષકો શાળાના સમય દરમિયાન બાળકોને ભણાવવાને બદલે મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે. આ અંગે શિક્ષકોએ દાવો કર્યો છે કે, સરકાર ડિજિટલ એજ્યુકેશન અને ઓનલાઈન હાજરીના નામે જ આખો દિવસ શિક્ષકો પાસે મોબાઈલ એપ ઓપરેટ કરાવે છે. વળી, શિક્ષકો માત્ર વર્ગખંડ પૂરતું જ કામ નથી કરતા, પરંતુ રાષ્ટ્રીય કામગીરી જેવી કે ચૂંટણી કાર્ડ (BLO) ની કામગીરી, વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન (પૂર-વાવાઝોડું), સરકારી સર્વેક્ષણો અને પ્રવેશ પ્રક્રિયાઓ પણ રાત-દિવસ જોયા વિના નિષ્ઠાપૂર્વક નિભાવે છે.શૈક્ષણિક બહિષ્કાર અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન

શિક્ષક મંડળોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિગત સ્તરે ખામી હોય કે કોઈ શિક્ષક કામ ન કરતો હોય તો તેની સામે વહીવટી કાયદાકીય પગલાં ભરવા જોઈએ, પરંતુ તેના બહાને સમગ્ર ગુરુ વંદનાના સમાજને બદનામ કરવો સદંતર અન્યાયપૂર્ણ છે. શિક્ષણ જગતમાં અત્યારે એવી પ્રબળ ચર્ચા છે કે જો મંત્રીશ્રી ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજીને પોતાની ભૂલ સ્વીકારી જાહેર માફી નહીં માંગે, તો આગામી સમયમાં શૈક્ષણિક બહિષ્કાર અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: એસ.જી. હાઈવેથી નિકોલ સુધીના ફૂડ સ્ટોલ્સ પર નકલી ડેરી પ્રોડક્ટ્સનો આડેધડ વપરાશ, ‘સંદેશ’ ઇન્વેસ્ટિગેશનમાં મોટો ધડાકો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0