Gandhinagarના દહેગામમાં દુકાનોમાં ઘુસ્યા વરસાદી પાણી,વેપારીઓની સ્થિતિ બની કફોડી
દહેગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા દહેગામના બજારમાં પાણી ભરાતા હાલાકી પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા ગાંધીનગરના દહેગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સામાન્ય વરસાદમાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડયો છે,સાથે સાથે વરસાદી પાણી દુકાનોમાં ઘુસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે.દુકાનમાં રહેલો માલ પલળી જતા વેપારીઓને પડયા પર પાટું જેવી સ્થિતિનું સર્જન થયું છે. દુકાનો સુધી પહોંચ્યા વરસાદી પાણી સામાન્ય વરસાદમાં પાણી દુકાનમાં ઘુસી ગયા છે,વેપારીઓનો આક્ષેપ છે કે 10 વર્ષથી આવી જ સ્થિતિ છે અને નગરપાલિકા પણ આ બાબતે કોઈ વાત ધ્યાને લેતી નથી,વેપારીઓનો આક્ષેપ એ પણ છે કે આ સૌથી ઉંચો વિસ્તાર હતો અને અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી ન હતી,પરંતુ હાઈવે બનતાની સાથે વિસ્તાર નીચે આવ્યો અને તેના કારણે હવે દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.નગરપાલિકાને આ બાબતે રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી. નગરપાલિકા પાણીનો નથી કરતી નિકાલ નગરપાલિકા દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ કામગીરી કરાઈ ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,જો નગરપાલિકા દ્રારા પ્રિ-મોન્સૂન કામગીરી કરી હોય તો આવી સ્થિતિનું સર્જન ના થયું હતો.ત્યારે જોવાનું એ રહ્યું કે લોકોને પડતી હાલાકી નગરપાલિકા દૂર કરે છે કે નહી.વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્યા એ કોઈ એક દિવસની સમસ્યા નથી પરંતુ દર ચોમાસામાં સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યાથી પીડાવું પડે છે,ત્યારે નગરપાલિકા આળસ ખંખેરે અને સ્થાનિકોને પડતી તકલીફનું નિરાકરણ લાવે તે જરૂરી છે. ટ્રાફિકની પણ છે સમસ્યા દહેગામમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સાથે ટ્રાફિકજામની સમસ્યા પણ નિર્માણ પામે છે,ત્યારે એક તરફ પાણી અને બીજી તરફ ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે,ત્યારે જોવાનું એ રહ્યું કે શું અગામી સમયમાં એટલે કે આવતા વર્ષ સુધીમાં સ્થાનિકોને આ સમસ્યાઓમાંથી રાહત મળશે કે નહી તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દહેગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
- દહેગામના બજારમાં પાણી ભરાતા હાલાકી
- પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા
ગાંધીનગરના દહેગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,સામાન્ય વરસાદમાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડયો છે,સાથે સાથે વરસાદી પાણી દુકાનોમાં ઘુસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે.દુકાનમાં રહેલો માલ પલળી જતા વેપારીઓને પડયા પર પાટું જેવી સ્થિતિનું સર્જન થયું છે.
દુકાનો સુધી પહોંચ્યા વરસાદી પાણી
સામાન્ય વરસાદમાં પાણી દુકાનમાં ઘુસી ગયા છે,વેપારીઓનો આક્ષેપ છે કે 10 વર્ષથી આવી જ સ્થિતિ છે અને નગરપાલિકા પણ આ બાબતે કોઈ વાત ધ્યાને લેતી નથી,વેપારીઓનો આક્ષેપ એ પણ છે કે આ સૌથી ઉંચો વિસ્તાર હતો અને અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી ન હતી,પરંતુ હાઈવે બનતાની સાથે વિસ્તાર નીચે આવ્યો અને તેના કારણે હવે દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.નગરપાલિકાને આ બાબતે રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી.
નગરપાલિકા પાણીનો નથી કરતી નિકાલ
નગરપાલિકા દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ કામગીરી કરાઈ ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,જો નગરપાલિકા દ્રારા પ્રિ-મોન્સૂન કામગીરી કરી હોય તો આવી સ્થિતિનું સર્જન ના થયું હતો.ત્યારે જોવાનું એ રહ્યું કે લોકોને પડતી હાલાકી નગરપાલિકા દૂર કરે છે કે નહી.વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્યા એ કોઈ એક દિવસની સમસ્યા નથી પરંતુ દર ચોમાસામાં સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યાથી પીડાવું પડે છે,ત્યારે નગરપાલિકા આળસ ખંખેરે અને સ્થાનિકોને પડતી તકલીફનું નિરાકરણ લાવે તે જરૂરી છે.
ટ્રાફિકની પણ છે સમસ્યા
દહેગામમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સાથે ટ્રાફિકજામની સમસ્યા પણ નિર્માણ પામે છે,ત્યારે એક તરફ પાણી અને બીજી તરફ ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે,ત્યારે જોવાનું એ રહ્યું કે શું અગામી સમયમાં એટલે કે આવતા વર્ષ સુધીમાં સ્થાનિકોને આ સમસ્યાઓમાંથી રાહત મળશે કે નહી તે જોવું રહ્યું.