Gandhinagarના ખોરજમાં ગટરના પાણી રોડ પર પહોંચતા સ્થાનિકો થયા હેરાન

ગાંધીનગરના ખોરજ ગામ પાસે ગંદાપાણીથી લોકો પરેશાન ગામના રસ્તા પર ગટરના પાણીથી સ્થાનિકો હેરાન ગટરના ગંદા પાણીમાંથી સ્થાનિકો પસાર થવા મજબૂર ગાંધીનગરના ખોરજ ગામમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો હેરાન થયા છે.ગટરનું ગંદુ પાણી તળાવમાં તેમજ રોડ પર ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.સ્થાનિકોએ પોતાની સમસ્યાને રજૂઆત કરવા સોશિયલ મીડિયાનો આધાર લીધો છે,અને સોશિયલ મિડીયા મારફતે તેમણે પોતીની વ્યથા ઠાલવી છે. ગામમાં છે ગંદા પાણી ગાંધીનગરના ખોરજ ગામે ગટરના પાણી બેક મારતા સમગ્ર ગામમાં દુર્ગંધ મારી રહી છે,સાથે સાથે હાલ વરસાદી માહોલ છે ત્યારે તળાવનું પાણી પણ ગટરના પાણી સાથે બેક મારી રહ્યું છે,સ્થાનિકોને ગામમાં અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉં હોય તો પણ ગંદા પાણીમાંથી પસાર થઈને જવાનો વારો આવ્યો છે.ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક આ ગામનો સમાવેશ થાય છે,બીજી તરફ પાલિકા દ્રારા પણ કોઈ કામગીરી કરવામા આવતી નથી તેવો આક્ષેપ ગ્રામજનો દ્રારા કરવામાં આવ્યો છે. સોશિયલ મિડીયામાં સ્થાનિકોએ કરી રજૂઆત ગામમાં ગંદા પાણીને સ્થાનિકો કંટાળી ગયા છે,ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાની પણ શકયતાઓ રહેલી છે,ત્યારે તંત્રને રજૂઆત કરવા છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી જેના કારણે સ્થાનિકોએ કંટાળીને સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી, મેયર સહિતના લોકોને રજૂઆત કરી છે અને પોતાના ગામમાં પડતી તકલીફો જણાવી છે,તંત્ર પણ જલ્દીથી કામગીરી કરે તે જરૂરી બન્યું છે. તંત્ર આળસ ખંખેરે અને કામકરે તે જરૂરી ગાંધીનગર પાલિકા દ્રારા ખોરજ ગામમાં ગટરબેક મારવાની સમસ્યા અને ગંદા પાણી દૂર કરવાની કામગીરી ઝડપથી કરે તે જરૂરી બન્યું છે,નગરપાલિકા દ્રારા પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ મોટા રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે,પરંતુ પ્રિ-મોન્સૂન કામગીરી ના થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા ગામમાં કોઈ જોવા પણ આવ્યું નથી.

Gandhinagarના ખોરજમાં ગટરના પાણી રોડ પર પહોંચતા સ્થાનિકો થયા હેરાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરના ખોરજ ગામ પાસે ગંદાપાણીથી લોકો પરેશાન
  • ગામના રસ્તા પર ગટરના પાણીથી સ્થાનિકો હેરાન
  • ગટરના ગંદા પાણીમાંથી સ્થાનિકો પસાર થવા મજબૂર

ગાંધીનગરના ખોરજ ગામમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો હેરાન થયા છે.ગટરનું ગંદુ પાણી તળાવમાં તેમજ રોડ પર ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.સ્થાનિકોએ પોતાની સમસ્યાને રજૂઆત કરવા સોશિયલ મીડિયાનો આધાર લીધો છે,અને સોશિયલ મિડીયા મારફતે તેમણે પોતીની વ્યથા ઠાલવી છે.

ગામમાં છે ગંદા પાણી

ગાંધીનગરના ખોરજ ગામે ગટરના પાણી બેક મારતા સમગ્ર ગામમાં દુર્ગંધ મારી રહી છે,સાથે સાથે હાલ વરસાદી માહોલ છે ત્યારે તળાવનું પાણી પણ ગટરના પાણી સાથે બેક મારી રહ્યું છે,સ્થાનિકોને ગામમાં અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉં હોય તો પણ ગંદા પાણીમાંથી પસાર થઈને જવાનો વારો આવ્યો છે.ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક આ ગામનો સમાવેશ થાય છે,બીજી તરફ પાલિકા દ્રારા પણ કોઈ કામગીરી કરવામા આવતી નથી તેવો આક્ષેપ ગ્રામજનો દ્રારા કરવામાં આવ્યો છે.


સોશિયલ મિડીયામાં સ્થાનિકોએ કરી રજૂઆત

ગામમાં ગંદા પાણીને સ્થાનિકો કંટાળી ગયા છે,ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાની પણ શકયતાઓ રહેલી છે,ત્યારે તંત્રને રજૂઆત કરવા છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી જેના કારણે સ્થાનિકોએ કંટાળીને સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી, મેયર સહિતના લોકોને રજૂઆત કરી છે અને પોતાના ગામમાં પડતી તકલીફો જણાવી છે,તંત્ર પણ જલ્દીથી કામગીરી કરે તે જરૂરી બન્યું છે.


તંત્ર આળસ ખંખેરે અને કામકરે તે જરૂરી

ગાંધીનગર પાલિકા દ્રારા ખોરજ ગામમાં ગટરબેક મારવાની સમસ્યા અને ગંદા પાણી દૂર કરવાની કામગીરી ઝડપથી કરે તે જરૂરી બન્યું છે,નગરપાલિકા દ્રારા પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ મોટા રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે,પરંતુ પ્રિ-મોન્સૂન કામગીરી ના થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા ગામમાં કોઈ જોવા પણ આવ્યું નથી.