Gandhidham News: ખન્ના માર્કેટની હોટેલ મહાદેવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ

Feb 21, 2026 - 23:00
Gandhidham News: ખન્ના માર્કેટની હોટેલ મહાદેવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ગાંધીધામમાં આવેલ જાણીતા ખન્ના માર્કેટ વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં આવેલી 'હોટેલ મહાદેવ'ના એક રૂમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હોટેલના રૂમમાં રોકાયેલ મહિલાએ લાંબા સમય સુધી દરવાજો ન ખોલતા હોટેલના કર્મચારીઓને શંકા ગઈ હતી.

હોટેલ સ્ટાફે પોલીસને જાણ કરી 

વારંવાર ખટખટાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા, હોટેલ સ્ટાફે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં રૂમ ખોલવામાં આવતા અંદરથી મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ મહિલા કોણ હતી, તે ક્યાંથી આવી હતી અને તેનું મોત કુદરતી છે કે આત્મહત્યા કે હત્યા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં હોટેલના રજિસ્ટર અને સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0