Gadhda નજીક કેનાલમાં કાર ખાબકતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત

Sep 17, 2025 - 00:00
Gadhda નજીક કેનાલમાં કાર ખાબકતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઢડા તાલુકાના કેરાળા ગામથી બોટાદ જવાના માર્ગ પર આજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. એક ફોરવ્હીલર કાર કેનાલમાં પલટી ખાઈ જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે કેરાળાથી બોટાદ તરફ જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. કાબુ ગુમાવતાની સાથેજ કાર સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતમાં એક યુવકનું મોત અને એક ગંભીર ઈજાગ્રસ્ત

અકસ્માત એટલો ભયંકર હતો કે ફોરવ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર રાજેન્દ્રસિંહ ભીખુભાઈ ઝાલા નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે તેની સાથે કારમાં મુસાફરી કરી રહેલા અફઝલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે. કારમાં દવા ભરેલી હોવાથી પ્રાથમિક અનુમાન છે કે આ યુવકો દવાના વેપારી હોઈ શકે છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મૃતદેહને પીએમ અર્થે અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતક રાજેન્દ્રસિંહ ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ અફઝલભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આ ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0