Farmersના વિકાસ માટે ફળવાયેલા રૂપિયા કોણ કરી ગયું ચાઉં ! વાંચો Story
ખેડૂતોના વિકાસ માટે બનાવવામાં આવેલી FPO એટલે કે ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઈઝેશનમાં મૂળ હેતૂ ભુલાઈ ગયો અને ખેડૂતોના ઉત્થાનના બદલે FPO બનાવનારી કંપનીઓ માલામાલ થઈ ગઈ..આ વાતની જાણ થતા જ ભૂતકાળની નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કો.લીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે જો કે હજુ સુધી આ તપાસ શરુ જ નથી કરાઈ..શુ છે સમગ્ર મામલો અને કેવી રીતે કૌભાંડ આચરાયું. નોડલ એજન્સીએ ઉઠાવ્યા સવાલ ખેડૂતોની આર્થિક આવક વધે તે હેતુથી કેન્દ્ર સરકારે દેશભરમાં 10 હજાર FPO એટલે કે ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઈઝેશન ખોલવા માટે જાહેરાત કરી હતી.જેના ભાગરૂપે ખાનગી કંપનીઓએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં FPO તો ખોલી પણ તેનાથી ખેડૂતોની આવક તો ન વધી પણ FPO ખોલનાર ખાનગી કંપનીઓની આવક વઘી છે.કારણકે આવી કંપનીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર ગ્રાન્ટનો ઉપયોગ ખેડૂતો માટે નહિ પણ પોતાના ખિસ્સા ભરવા માટે કર્યો છે.આ આક્ષેપ કોંગ્રેસે નહી પણ ખુદ સરકારની નોડલ એજન્સીએ ઉઠાવ્યા છે. 100 FPO ફળવાયા છે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 100 FPO ફાળવ્યા છે.વર્ષ 2021થી અત્યારસુધી 3 વર્ષમાં આ 100 FPO માટે કુબેર કોર્પોરેશન સહિત કુલ 3 નોડલ એજન્સીઓ બદલવામાં આવી છે જે FPOના સંચાલનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપોમાં સૂર પૂરાવી રહ્યા છે.FPO સાથે સંકળાયેલા ખેડૂતો આગેવાનોએ પણ આ બાબતે તેમના જિલ્લામાં કોઈ મિટિંગ જ ન થઈ હોવાનુ તેમજ તેમના નામે FPO કોણે રજીસ્ટર્ડ કરાવ્યુ તેનો જવાબ માંગતો પત્ર પણ નોડલ એજન્સીને લખ્યો છે.જો કે નોડલ એજન્સીના ડિરેક્ટર હિતેન્દ્ર પટેલે આ તમામ આક્ષેપોને ફગાવી કોંગ્રેસને પુરાવા આપવા માટેનું નિવેદન આપ્યુ છે. થયું છે મોટુ કૌભાંડ ? FPOનો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ જે કુબેર કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો. તે કુબેર કોર્પોરેશનને જે તે સમયની નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કો.લીએ અનેકવાર પત્ર લખી ફંડનું સંચાલન કેવી રીતે કર્યુ તેનો ખુલાસો કરવા અનેકવાર પત્ર લખવામાં આવ્યા છે જો કે કોઈ કુબેર કોર્પોરેશન તરફથી કોઈ જવાબ મળ્યો નથી..જો કે ખુલાસો માંગનાર નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કો.લીની હકાલપટ્ટી કરી નાંખવામાં આવી હતી.આમ FPOની નિમણૂકથી લઈને તેના ફંડના સંચાલનમાં મોટી ગેરરીતી અંગે જો નિષ્પક્ષ તપાસ થાય તો મોટુ કૌભાંડ સામે આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડૂતોના વિકાસ માટે બનાવવામાં આવેલી FPO એટલે કે ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઈઝેશનમાં મૂળ હેતૂ ભુલાઈ ગયો અને ખેડૂતોના ઉત્થાનના બદલે FPO બનાવનારી કંપનીઓ માલામાલ થઈ ગઈ..આ વાતની જાણ થતા જ ભૂતકાળની નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કો.લીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે જો કે હજુ સુધી આ તપાસ શરુ જ નથી કરાઈ..શુ છે સમગ્ર મામલો અને કેવી રીતે કૌભાંડ આચરાયું.
નોડલ એજન્સીએ ઉઠાવ્યા સવાલ
ખેડૂતોની આર્થિક આવક વધે તે હેતુથી કેન્દ્ર સરકારે દેશભરમાં 10 હજાર FPO એટલે કે ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઈઝેશન ખોલવા માટે જાહેરાત કરી હતી.જેના ભાગરૂપે ખાનગી કંપનીઓએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં FPO તો ખોલી પણ તેનાથી ખેડૂતોની આવક તો ન વધી પણ FPO ખોલનાર ખાનગી કંપનીઓની આવક વઘી છે.કારણકે આવી કંપનીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર ગ્રાન્ટનો ઉપયોગ ખેડૂતો માટે નહિ પણ પોતાના ખિસ્સા ભરવા માટે કર્યો છે.આ આક્ષેપ કોંગ્રેસે નહી પણ ખુદ સરકારની નોડલ એજન્સીએ ઉઠાવ્યા છે.
100 FPO ફળવાયા છે
કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 100 FPO ફાળવ્યા છે.વર્ષ 2021થી અત્યારસુધી 3 વર્ષમાં આ 100 FPO માટે કુબેર કોર્પોરેશન સહિત કુલ 3 નોડલ એજન્સીઓ બદલવામાં આવી છે જે FPOના સંચાલનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપોમાં સૂર પૂરાવી રહ્યા છે.FPO સાથે સંકળાયેલા ખેડૂતો આગેવાનોએ પણ આ બાબતે તેમના જિલ્લામાં કોઈ મિટિંગ જ ન થઈ હોવાનુ તેમજ તેમના નામે FPO કોણે રજીસ્ટર્ડ કરાવ્યુ તેનો જવાબ માંગતો પત્ર પણ નોડલ એજન્સીને લખ્યો છે.જો કે નોડલ એજન્સીના ડિરેક્ટર હિતેન્દ્ર પટેલે આ તમામ આક્ષેપોને ફગાવી કોંગ્રેસને પુરાવા આપવા માટેનું નિવેદન આપ્યુ છે.
થયું છે મોટુ કૌભાંડ ?
FPOનો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ જે કુબેર કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો. તે કુબેર કોર્પોરેશનને જે તે સમયની નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કો.લીએ અનેકવાર પત્ર લખી ફંડનું સંચાલન કેવી રીતે કર્યુ તેનો ખુલાસો કરવા અનેકવાર પત્ર લખવામાં આવ્યા છે જો કે કોઈ કુબેર કોર્પોરેશન તરફથી કોઈ જવાબ મળ્યો નથી..જો કે ખુલાસો માંગનાર નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કો.લીની હકાલપટ્ટી કરી નાંખવામાં આવી હતી.આમ FPOની નિમણૂકથી લઈને તેના ફંડના સંચાલનમાં મોટી ગેરરીતી અંગે જો નિષ્પક્ષ તપાસ થાય તો મોટુ કૌભાંડ સામે આવી શકે છે.