Dwarkaના દરિયાકિનારે સુરક્ષાના ધજાગરા! પ્રતિબંધિત વિસ્તારમાં યુવાનોએ જીવ જોખમમાં મૂકી કરી સ્ટન્ટબાજી...
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકાના દરિયા કિનારેથી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક યુવાનો ઉછળતા મોજાં અને જોખમી મોજાં વચ્ચે સ્ટન્ટબાજી કરતા નજરે પડે છે. ચોમાસાની ઋતુમાં દરિયામાં ભારે કરંટ હોવા છતાં, યુવાનોએ પોતાના જીવને જોખમમાં મૂકીને દરિયાના ઊંડા પાણી નજીક બેદરકારી દાખવી હતી. આ પ્રકારની ઘોર બેદરકારી ગમે ત્યારે મોટી હોનારતમાં પરિણમી શકે તેમ છે.
પ્રતિબંધ છતાં બેદરકારીનો વીડિયો વાયરલ
તંત્ર દ્વારા કરંટ વાળા દરિયા કિનારે જવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, યુવાનો નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. યુવાનોની આ જોખમી સ્ટન્ટબાજીનો વીડિયો કોઈકે કેમેરામાં કંડારી લેતાં તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિકો અને પ્રવાસીઓમાં યુવાનોની આવી મૂર્ખામીભરી હરકતો પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
તંત્રની સુરક્ષા કામગીરી પર ઉઠ્યા સવાલો
દરિયાકિનારે સુરક્ષા માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત હોવાના દાવા કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારે પ્રતિબંધિત વિસ્તારમાં યુવાનો કેવી રીતે પહોંચ્યા તે અંગે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. વાયરલ વીડિયોને પગલે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે દરિયાકિનારે પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે અને જીવના જોખમે સ્ટન્ટ કરતા આવા બેદરકાર યુવાનો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો : Monsoon 2026 : ભરૂચના હાંસોટમાં પોલીસનું દિલધડક રેસ્ક્યૂ, કીમ નદીના ધસમસતા પૂરમાંથી યુવકનો આબાદ બચાવ'
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

