Dwarka: જામખંભાળિયા હાઈવે પર કાળમુખો અકસ્માત, કાર ડિવાઈડર સાથે અથડાતા પરિવારના 2 સભ્યોના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર-દ્વારકા નેશનલ હાઈવે પર આજે ફરી એકવાર રક્તરંજીત અકસ્માતની ઘટના સામે આવી છે. હાબરડી ગામના પાટિયા પાસે એક કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
દ્વારકા હાઈવે પર કારનો ભયાનક અકસ્માત
મળતી માહિતી મુજબ, જામનગરનો એક પરિવાર કારમાં સવાર થઈને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન હાબરડી ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઈજાગ્રસ્તોની સ્થિતિ
કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામખંભાળિયાની હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, તેમની સ્થિતિ નાજુક હોવાથી વધુ સારવાર અર્થે તેઓને જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.તંત્ર અને કંપની સામે રોષ
ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ હાઈવે પર સેફ્ટી સાધનો અને જરૂરી સાઈન બોર્ડના અભાવને લઈને રોડ નિર્માણ કરનાર કંપની સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ, રોડ નિર્માણમાં રાખવામાં આવેલી બેદરકારી અને સુરક્ષાના અપૂરતા સાધનોને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે.
આ પણ વાંચો: Surat: 30 કરોડના ડ્રગ્સ સાથે નાસિકની મહિલા ઝડપાઈ, કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

