Dwarka Rain: ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાકને ભારે નુકસાન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદને પગલે જામ ખંભાળીયા તાલુકાના કોલવા ગામના ખેડૂતો ની હાલત કફોડી બની. તૈયાર મગફળી ના પાક પર માવઠા રૂપી વરસાદમાં કેટલોક મગફળીનો તૈયાર પાક પુરના પાણીમાં તણાયો. અન્ય તૈયાર પાક સદંતર નિષ્ફળ જવાની ભીતી સાથે ખેડૂતો ની ચિંતા વધારી દીધી છે. જામ ખંભાળીયા પંથકમાં આસો માસમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ત્રણ ચાર દિવસથી ગાજવીજ ના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા કોલવા ગામના ખેડુતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મગફળી નો તૈયાર થયેલા પાક ને ભારે નુકસાની જવાનો ડર ખેડૂતોને સેવાઇ રહ્યો છે.ચોમાસાની સીઝનમાં સારો વરસાદ વરસતા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો એ મગફળી નું વાવેતર કર્યુ હતું ત્યારે જામ ખંભાળીયા તાલુકાના કોલવા ગામના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો મગફળી નો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય ત્યારે જ મુશળધાર માવઠા રૂપી વરસાદ ખાબકતા મગફળી અને પશુઓ માટે નો ઘાસચારો સદંતર નિષ્ફળ જાઇ તેવી સ્થિતિ સર્જાઇ છે.કોલવા ગામે ખેડૂતો ના ખેતરમાં તૈયાર થયેલ મગફળી ના પાથરાઓ પર શનિવારે પડેલા ધોધમાર વરસાદને પગલે પાણીમાં તણાતા ખેડુતો માં ભારે દુઃખ ની લાગણી જોવા મળી હતી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. જગતના તાત ના મુખે આવેલો કોળીયો છીનવાઇ જવાથી ભીતી સર્જાતા હાલ ખેડૂતો ને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ જામ ખંભાળીયા તાલુકાના કોલવા ગામના ખેડૂતોમાં સર્જાઇ છે..

Dwarka Rain: ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી, તૈયાર પાકને ભારે નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદને પગલે જામ ખંભાળીયા તાલુકાના કોલવા ગામના ખેડૂતો ની હાલત કફોડી બની. તૈયાર મગફળી ના પાક પર માવઠા રૂપી વરસાદમાં કેટલોક મગફળીનો તૈયાર પાક પુરના પાણીમાં તણાયો. અન્ય તૈયાર પાક સદંતર નિષ્ફળ જવાની ભીતી સાથે ખેડૂતો ની ચિંતા વધારી દીધી છે.

જામ ખંભાળીયા પંથકમાં આસો માસમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ત્રણ ચાર દિવસથી ગાજવીજ ના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા કોલવા ગામના ખેડુતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મગફળી નો તૈયાર થયેલા પાક ને ભારે નુકસાની જવાનો ડર ખેડૂતોને સેવાઇ રહ્યો છે.ચોમાસાની સીઝનમાં સારો વરસાદ વરસતા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો એ મગફળી નું વાવેતર કર્યુ હતું ત્યારે જામ ખંભાળીયા તાલુકાના કોલવા ગામના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો મગફળી નો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય ત્યારે જ મુશળધાર માવઠા રૂપી વરસાદ ખાબકતા મગફળી અને પશુઓ માટે નો ઘાસચારો સદંતર નિષ્ફળ જાઇ તેવી સ્થિતિ સર્જાઇ છે.
કોલવા ગામે ખેડૂતો ના ખેતરમાં તૈયાર થયેલ મગફળી ના પાથરાઓ પર શનિવારે પડેલા ધોધમાર વરસાદને પગલે પાણીમાં તણાતા ખેડુતો માં ભારે દુઃખ ની લાગણી જોવા મળી હતી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. જગતના તાત ના મુખે આવેલો કોળીયો છીનવાઇ જવાથી ભીતી સર્જાતા હાલ ખેડૂતો ને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ જામ ખંભાળીયા તાલુકાના કોલવા ગામના ખેડૂતોમાં સર્જાઇ છે..