Dwarka Rain: ભારે વરસાદે મચાવી તબાહી, દરિયામાં ફસાયેલા 3 લોકોનું કરાયું રેસ્કયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદે તબાહી મચાવતા દ્વારકાના દરિયામાં 20 થી 25 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદથી મેઘપર ટીટોડી ગામે કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યા અને ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણીના કારણે નદી બેકાંઠે થઈ. નદીના પાણી રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. વરસાદના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો. દ્વારકાના દરિયામાં ફસાયેલા 3 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું.
પોલીસે 3 લોકોનું રેસ્કયુ કર્યું
દરિયાકિનારે વસતા લોકો પોતાની આજીવિકા માટે દરિયો ખેડતા હોય છે. જો કે તંત્ર દ્વારા વરસાદને પગલે આ દિવસોમાં માછીમારોને દરિયા ના ખેડવા સૂચન કરવામાં આવ્યું હતું. છતાં કેટલાક લોકો દરિયાકિનારે નીકળી પડયા હતા. દ્વારકાના મોટા આસોટા નજીક 3 લોકો દરિયામાં તણાયા હતા. કલ્યાણપુર પોલીસે તમામનો જીવ બચાવ્યો. દરિયના પાણીમાં 2 બાળકો સહિત 3 લોકો પાણીમાં તણાયા હતા. પોલીસે 3 લોકોનું રેસક્યુ કરી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા.
આગામી દિવસોમાં રહેશે વરસાદનું જોર
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. રાવલ, પાનેલી, ટંકારિયા ગામમાં વરસાદને પગલે સૂર્યાવદરના સાની ડેમમાં પાણીની આવક થઈ. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમના જળસ્તરમાં વધારો થયો. હાલ સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોઈ આ વર્ષે હજુ પણ ડેમ પૂરો ભરાશે નહીં. ડેમમાં પાણી ભરાતા આસપાસના ગામો રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. ખેડૂતોને વરસાદી સિઝન બાદ સિંચાઈમાં પડતી સમસ્યાનો અંત આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ દ્વારકામાં હજુ વરસાદનું જોર રહેશે.
What's Your Reaction?






