Dwarka News: સલાયામાં અસલી દેશી ઘીના નામે વેચાતું હતું 'કેમિકલવાળું ડુપ્લિકેટ ઘી'

May 29, 2026 - 16:30
Dwarka News: સલાયામાં અસલી દેશી ઘીના નામે વેચાતું હતું 'કેમિકલવાળું ડુપ્લિકેટ ઘી'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરનારાઓ બેફામ બન્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના સલાયા વિસ્તારમાં અસલી દેશી ઘીના નામે કેમિકલયુક્ત બનાવટી ઘી વેચવાના મોટા કૌભાંડનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે.

અસલી દેશી ઘીની આડમાં કેમિકલનું ખેલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, જામ ખંભાળિયાના સલાયામાં આવેલી પાંજરાપોળના ગેટ પાસે અસલી દેશી ઘીના નામે નકલી ઘીનું વેચાણ થઈ રહ્યું હોવાની પાકી બાતમી SOG પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, નફાખોરી કરવા માટે કેમિકલ તેમજ અન્ય સસ્તી સામગ્રીનું મિશ્રણ કરીને તદ્દન અસલી જેવું જ દેખાતું ડુપ્લિકેટ દેશી ઘી તૈયાર કરવામાં આવતું હતું અને તેને બજારમાં વેચવામાં આવતું હતું.

ફૂડ વિભાગે લીધા સેમ્પલ, 9 કિલો ઘીનો નાશ કરાયો

SOG પોલીસે આ મામલે તાત્કાલિક દ્વારકા ફૂડ વિભાગ (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર)ને જાણ કરી હતી. ફૂડ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને શંકાસ્પદ ઘીના સેમ્પલ મેળવ્યા હતા અને તેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ સાથે જ ફૂડ વિભાગે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે સ્થળ પર હાજર આશરે રૂ. 2,700ની કિંમતનું 9 કિલો મિલાવટી ઘી જપ્ત કરીને તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

વધુ તપાસ તેજ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમતા આ મિલાવટી ઘીના કૌભાંડમાં કોણ-કોણ સામેલ છે અને આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું, તે દિશામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો - Dwarkaના જામ કલ્યાણપુરમાં ખનીજ માફિયા બેફામ, જુઓ VIDEO


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0