Dwarka News: જામખંભાળિયાની ડમ્પિંગ સાઇટ પર લાગી વિકરાળ આગ, ફાયર વિભાગે કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા

Oct 20, 2025 - 01:30
Dwarka News: જામખંભાળિયાની ડમ્પિંગ સાઇટ પર લાગી વિકરાળ આગ, ફાયર વિભાગે કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા શહેરમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ડમ્પિંગ સાઇટ કચરાના મોટા જથ્થાથી ભરેલી હોવાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કચરામાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા સમગ્ર આકાશમાં છવાઈ ગયા હતા.

પાલિકાની ડમ્પિંગ સાઇટ પર વિકરાળ આગ

જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. આ ડમ્પિંગ સાઇટ પર પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ કચરો વધારે હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ રહી હતી. આગની જાણ થતાં જ ખંભાળિયા ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરની ગાડીઓ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કર્યા હતા.

ફાયર વિભાગે આગ બુજાવવાના પ્રયાસ શરૂ કર્યા

કચરાનો મોટો જથ્થો અને અંદરના ભાગમાં રહેલી આગને કારણે તેને સંપૂર્ણપણે બુઝાવવામાં ફાયર ટીમને લાંબો સમય લાગી શકે તેમ છે. ફાયર વિભાગના જવાનો જહેમતપૂર્વક આગને કાબૂમાં લેવાની કામગીરી કરી રહ્યા છે. નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર અસર પડે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0