Dwarka News: જામ ખંભાળિયા ‘કમલમ’ ખાતે ભાજપ દાવેદારોનો ધસારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જામ ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આજે ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કાર્યકરો અને દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
નિરીક્ષકોની ખાસ ઉપસ્થિતિ
પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખાસ નિરીક્ષકોની નિગરાની હેઠળ આ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખ આશિષભાઈ દવે તેમજ પ્રદેશ કારોબારી સભ્ય બિજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ એક-એક દાવેદાર સાથે વ્યક્તિગત સંવાદ સાધ્યો હતો.
વફાદારી અને ક્ષમતા પર ભાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિવિધ પદો માટે અનેક મુરતિયાઓએ પોતાના સમર્થકો સાથે પ્રબળ દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોએ ઉમેદવારની સંગઠન પ્રત્યેની વફાદારી, જનસંપર્ક અને સૌથી મહત્ત્વનું એટલે કે 'જીતવાની ક્ષમતા' જેવા પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી હતી.
હવે હાઈકમાન્ડ પર નજર
આ સેન્સ પ્રક્રિયાના અંતે નિરીક્ષકો દ્વારા એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, ભાજપ દ્વારકા જિલ્લામાં અનુભવી જૂના જોગીઓ પર ભરોસો મૂકે છે કે, પછી નવા અને યુવા ચહેરાઓને તક આપીને ચોંકાવનારો નિર્ણય લે છે. આખરી નિર્ણય પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.
આ પણ વાંચો - Dwarka News: ભાણવડના રૂપામોરા ગામે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

