Dwarka Demolition: હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ ફર્યુ દોડ્યુ દાદાનું બુલડોઝર!

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન નામદાર હાઇકોર્ટે ફગાવી. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા: તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે. 1 લાખ 30 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે.બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા તેને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.દેવભૂમિ દ્વારાકા જિલ્લાના દરિયાઈ સરહદ સુરક્ષિત રાખવા ઝુંબેશ હાથ ધરાઇ છે. છેલ્લા બે વર્ષથી દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરાયાં છે.  અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 રહેણાંક મકાનો 33 અન્ય બાંધકામો અને કોમર્શિયલ 20 બાંધકામો દૂર કરાયા છે. 1 લાખ 30 હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, દ્વારકા નજીકના ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વના છે. તેવામાં આ ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ મહત્વના છે.  પોલીસની ટીમો દ્વારા પણ પેટ્રોલીંગ સતત કરવામાં આવી રહ્યું છે. બેટ દ્વારકામાં મોટા ભાગના દબાણો દૂર કરાયાં છે. આવા ટાપુઓ પર તંત્ર દ્વારા પ્રવેશ બંધીનું જાહેરનામું પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ કેટલાક દબાણ કરતાં દ્વારા અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે આ અરજી ખારીજ કરી દેવામાં આવતા ફરી ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

Dwarka Demolition: હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ ફર્યુ દોડ્યુ દાદાનું બુલડોઝર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન નામદાર હાઇકોર્ટે ફગાવી. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા: તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે. 1 લાખ 30 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે.

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા તેને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

દેવભૂમિ દ્વારાકા જિલ્લાના દરિયાઈ સરહદ સુરક્ષિત રાખવા ઝુંબેશ હાથ ધરાઇ છે. છેલ્લા બે વર્ષથી દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરાયાં છે.  અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 રહેણાંક મકાનો 33 અન્ય બાંધકામો અને કોમર્શિયલ 20 બાંધકામો દૂર કરાયા છે. 1 લાખ 30 હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. 

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, દ્વારકા નજીકના ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વના છે. તેવામાં આ ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ મહત્વના છે.  પોલીસની ટીમો દ્વારા પણ પેટ્રોલીંગ સતત કરવામાં આવી રહ્યું છે. બેટ દ્વારકામાં મોટા ભાગના દબાણો દૂર કરાયાં છે. આવા ટાપુઓ પર તંત્ર દ્વારા પ્રવેશ બંધીનું જાહેરનામું પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ કેટલાક દબાણ કરતાં દ્વારા અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે આ અરજી ખારીજ કરી દેવામાં આવતા ફરી ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.