Dwarka: કલ્યાણપુરમાં વીજ કંપનીના કામ સામે વિરોધ વધ્યો, ઉશ્કેરાયેલા શખ્સે લોકો પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ખાનગી વીજ કંપનીની મનમાની અને સ્થાનિક ખેડૂતો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે ખાનગી વીજ કંપનીના કામકાજની કાયદેસરતા અને ખરાઈ અંગેના દસ્તાવેજો માંગવા ગયેલા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો પર એક ઉશ્કેરાયેલા શખ્સે સીધું ટ્રેક્ટર ચડાવી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ સમગ્ર ચકચારી અને ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે રોષ અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે.
દસ્તાવેજોની માંગણી કરતાં મામલો બિચક્યો
ઘટના સંદર્ભે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર કલ્યાણપુરના કાનપર શેરડી ગામની સીમ વિસ્તારમાં એક ખાનગી વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.પોતાના ખેતરો અને સીમ વિસ્તારમાં ચાલતા આ કામ અંગે ખેડૂતો તેમજ સ્થાનિકોએ કંપનીના કર્મચારીઓ અને પ્રતિનિધિઓ પાસે સત્તાવાર મંજૂરી અને આધારભૂત દસ્તાવેજોની માંગણી કરી હતી.કાગળો બતાવવાના બદલે કંપનીના માણસો ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા લાગ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને રકઝક શરૂ થઈ ગઈ હતી.
ખેડૂતો પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ
બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે સ્થળ પર હાજર એક શખ્સ ભારે ઉશ્કેરાટમાં આવી ગયો હતો.સ્થાનિકોના આક્ષેપ મુજબ, ઉશ્કેરાયેલા આ શખ્સે ત્યાં વિરોધ નોંધાવી રહેલા અને ઊભેલા નિર્દોષ ગ્રામજનો પર ટ્રેક્ટર હંકારી દઈ તમામને કચડી નાખવાનો અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.લોકોએ સમયસૂચકતા વાપરીને આઘાપાછા થઈ જતાં સદનસીબે મોટી જાનહાનિ કે અનિચ્છનીય ઘટના ટળી હતી.ઘટનાસ્થળે હાજર કોઈ જાગૃત નાગરિકે આ સમગ્ર હુમલા અને હોબાળાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વીજ કંપનીની જોહુકમી સામે ખેડૂત આલમમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચો: Gujarat News: રાજ્ય સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હેકટર સહાય અપાશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

