Diwali 2024 : ચાઈનીઝ લાઈટોની વચ્ચે આજે પણ માટીના કોડિયાનો પ્રકાશ અવિરત

દિવાળીનો તહેવારમાં ચાઈનીઝ લાઈટોના આક્રમણ વચ્ચે આજે પણ માટીના કોડિયાનો પ્રકાશ અવિરત ફેલાઈ રહ્યો છે.ત્યારે માટીના કોડિયાના આધુનિક રૂપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે,લોકો માટીના કોડિયાની વધુમાં વધુ ખરીદી કરે તે જરૂરી બન્યું છે,કેમકે આપણી જૂની સંસ્કૃતિ છે તેને જાળવી રાખવાનું કામ આપણું છે. લોકો ચાઈનીઝ લાઈટો વધુ લગાવે છે દિવાળી ઉપર ઘર આંગણે રોશની કરી અંધકાર દૂર કરવા સાથે ઘર ને પ્રકાશિત કરવાની સનાતન પરંપરા રહી છે.ત્યારે ચાઈનીઝ લાઇટોના આક્રમણ વચ્ચે માટીના કોડિયાથી પ્રજવલિત થતો દીવડો ક્યાંક ઝાંખો પડી રહ્યો હતો છેલ્લા એક દાયકામાં ચાઈનીઝ લાયટોનું આક્રમણ એટલું વધ્યું હતું કે લોકો ઘરે નામ માત્રના માટીના દીવા કરતા પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે લોકો પણ સનાતન સંસ્કૃતિની પરંપરામાં ફરી આગળ વધી રહ્યા છે અને ઘરે ઘરે માટીના અવનવા દીવા પ્રગટાવવા લાગ્યા છે. માટીના દિવાનું વધ્યું ચલણ છેલ્લા બે વર્ષથી માટી કામ કરનારા લોકોની દિવાળી પણ ફરી રોશન થઈ રહી છે.રાજકોટમાં અવનવી ડિઝાઇનના માટીના કલાત્મક દીવાઓ તૈયાર થઈ રહ્યા છે જેની દિવાળી ઉપર ખાસ્સી એવી ડિઝાઇન છે.માટીના કોડિયા ને આધુનિક ડિઝાઇન અને સ્ટોનથી સજાવનાર કિરણ બેન પ્રજાપતિ જણાવે છે કે ચાઈનીઝ લાઈટોના આક્રમણ વચ્ચે લોકો ફરી સનાતન સંસ્કૃતિ તરફ વળ્યા છે.સંસ્કૃતિમાં અગિયારસથી લઈને લાભપાંચમ સુધી માટીના કોડિયામાં ઘી અને તેલના દીવા કરતા અને આ દિવસોમાં માતા લક્ષ્મીજીના આગમનને વધાવતા હતા.. સાદા કોડિયા જોકે ઈલેક્ટ્રોનિક લાઈટોના આક્રમણ વચ્ચે દીવાનો પ્રકાશ ઝાંખો જરૂર પડ્યો હતો પરંતુ લોકો હવે ફરી પરંપરા તરફ પરત વળ્યા છે.માટીકામ સાથે જોડાયેલા રમેશભાઈ જણાવે છે કે પહેલા સાદા કોડિયા હતા હવે સમય બદલાયો છે લોકો નવું માંગે છે.અમે લોકોની માંગ મુજબ સારું અને નવું આપીએ છીએ અમારા જેવા હજારો પ્રજાપતિ પરિવારોને વંશ પરંપરાગત કામથી સારી આવક પણ થઈ રહી છે.યુગ ભલે બદલાયો હોય પરંતુ સનાતન સંસ્કૃતિમાં આજે પણ અંધકારને દૂર કરી પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવા માટે ઘરે ઘરે માટીના દિવડા પ્રગટાવાની પરંપરા આજે પણ જળવાઈ છે સાથે જ આ કામ સાથે જોડાયેલા લોકોની દિવાળી પણ પ્રકાશિત થઈ રહી છે.

Diwali 2024 : ચાઈનીઝ લાઈટોની વચ્ચે આજે પણ માટીના કોડિયાનો પ્રકાશ અવિરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીનો તહેવારમાં ચાઈનીઝ લાઈટોના આક્રમણ વચ્ચે આજે પણ માટીના કોડિયાનો પ્રકાશ અવિરત ફેલાઈ રહ્યો છે.ત્યારે માટીના કોડિયાના આધુનિક રૂપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે,લોકો માટીના કોડિયાની વધુમાં વધુ ખરીદી કરે તે જરૂરી બન્યું છે,કેમકે આપણી જૂની સંસ્કૃતિ છે તેને જાળવી રાખવાનું કામ આપણું છે.

લોકો ચાઈનીઝ લાઈટો વધુ લગાવે છે

દિવાળી ઉપર ઘર આંગણે રોશની કરી અંધકાર દૂર કરવા સાથે ઘર ને પ્રકાશિત કરવાની સનાતન પરંપરા રહી છે.ત્યારે ચાઈનીઝ લાઇટોના આક્રમણ વચ્ચે માટીના કોડિયાથી પ્રજવલિત થતો દીવડો ક્યાંક ઝાંખો પડી રહ્યો હતો છેલ્લા એક દાયકામાં ચાઈનીઝ લાયટોનું આક્રમણ એટલું વધ્યું હતું કે લોકો ઘરે નામ માત્રના માટીના દીવા કરતા પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે લોકો પણ સનાતન સંસ્કૃતિની પરંપરામાં ફરી આગળ વધી રહ્યા છે અને ઘરે ઘરે માટીના અવનવા દીવા પ્રગટાવવા લાગ્યા છે.


માટીના દિવાનું વધ્યું ચલણ

છેલ્લા બે વર્ષથી માટી કામ કરનારા લોકોની દિવાળી પણ ફરી રોશન થઈ રહી છે.રાજકોટમાં અવનવી ડિઝાઇનના માટીના કલાત્મક દીવાઓ તૈયાર થઈ રહ્યા છે જેની દિવાળી ઉપર ખાસ્સી એવી ડિઝાઇન છે.માટીના કોડિયા ને આધુનિક ડિઝાઇન અને સ્ટોનથી સજાવનાર કિરણ બેન પ્રજાપતિ જણાવે છે કે ચાઈનીઝ લાઈટોના આક્રમણ વચ્ચે લોકો ફરી સનાતન સંસ્કૃતિ તરફ વળ્યા છે.સંસ્કૃતિમાં અગિયારસથી લઈને લાભપાંચમ સુધી માટીના કોડિયામાં ઘી અને તેલના દીવા કરતા અને આ દિવસોમાં માતા લક્ષ્મીજીના આગમનને વધાવતા હતા..

સાદા કોડિયા

જોકે ઈલેક્ટ્રોનિક લાઈટોના આક્રમણ વચ્ચે દીવાનો પ્રકાશ ઝાંખો જરૂર પડ્યો હતો પરંતુ લોકો હવે ફરી પરંપરા તરફ પરત વળ્યા છે.માટીકામ સાથે જોડાયેલા રમેશભાઈ જણાવે છે કે પહેલા સાદા કોડિયા હતા હવે સમય બદલાયો છે લોકો નવું માંગે છે.અમે લોકોની માંગ મુજબ સારું અને નવું આપીએ છીએ અમારા જેવા હજારો પ્રજાપતિ પરિવારોને વંશ પરંપરાગત કામથી સારી આવક પણ થઈ રહી છે.યુગ ભલે બદલાયો હોય પરંતુ સનાતન સંસ્કૃતિમાં આજે પણ અંધકારને દૂર કરી પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવા માટે ઘરે ઘરે માટીના દિવડા પ્રગટાવાની પરંપરા આજે પણ જળવાઈ છે સાથે જ આ કામ સાથે જોડાયેલા લોકોની દિવાળી પણ પ્રકાશિત થઈ રહી છે.