Diu પ્રવાસીઓથી છલકાયું, બીચ પર જામી લોકોની ભીડ, વાંચો Special Story

દિવાળી વેકેશન દરમિયાન દીવમાં બહોળી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા અને વેકેશન ની મજા માણી હતી તથા ખાણી પીણી અને ફરવા નો લુપ્ત ઉઠાવ્યો હતો,સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમા ઉંમટયા સહેલાણીઓનો સેલાબ.સાસણ અને સોમનાથની સાથે સાથે લોકો દીવમા પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.નાગવા બીચ કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવનું સૌથી લોકપ્રિય અને ટુરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બનેલો નાગવા બીચ પ્રવસીઓથી છલકાયો છે, દીવ હાલ દેશ દુનિયાના ટુરિસ્ટ માટે આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર બન્યુ છે દીવ કિલ્લો,ચર્ચ,ખૂખરી વેસલ સહિત દીવનો નાગવા બીચ ચક્રતીર્થ બીચ.ખુકરી મેમોરિયમ, સહિતના બીચો અને ફરવા લાયક સ્થળો પર ભારે ભીડ જામી છે, અને ગઈકાલથી એકાએક પ્રવાસીઓ હજારોની સંખ્યામાં દીવ આવી પહોંચ્યા હતા, દેશ દુનિયાના પ્રવાસી દીવ આવી રહયા છે અને ટુરિસ્ટનો ધસારો ભારે જોવા મળી રહ્યો છે, દીવમા લોકોની ભીડ નવા વર્ષના આગમન સાથે થઈ હતી જે વેકેશન દરમિયાન જોવા મળશે અમુક પર્યટકો લાભપાંચમ સુધી ફરવાની મજા માણશે. પર્યટકો માટે નવો બીચ તૈયાર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો એક અવિભાજ્ય અને અવિકસિત એવો હિસ્સો કે જે આજ સુધી સ્થાનિક લોકો અને પર્યટકોથી અજાણ હતો આ એટલે સિમ્બોર બીચ.જે ઉના તાલુકાના સિમર ગામ પાસે આવેલ દરીયા કિનારે આવેલ છે.જે દીવનો જ એક હિસ્સો છે અહી ગુજરાતના ઉના તાલુકાના સિમર ગામ તેમજ આજુબાજુના લોકો માછીમારી માટેના દંગા બનાવીને રહેતા હતા.પ્રશંસકે આ જગ્યાને પણ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું વિચાર્યું જેથી હવે અહી મળશે એક નવું દીવ. માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે આ બીચ સુધી સિમર ગામ આવવા માટેનો દેલવાડાથી 12 કિમીનો રસ્તો છે.સિમર ગામથી આ બીચ એક કિમી દૂર છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના એકથી દોઢ કિમી વિસ્તાર સિવાયનો અહી ગુજરાતનો વિશાળ દરિયો આશરે 4 થી 5 કિમીનો છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ આ વિસ્તારનો પર્યટક સ્થળ તરીકે વિકાસ થવાથી ગુજરાતના આ અવિકસિત મોટા બિચને પણ ગુજરાત સરકાર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરે તો આ વિસ્તારના લોકોને રોજગારીની તક મળશે.દરિયાઈ વિસ્તારના આ લોકો હાલ ખેતી અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. સાંકડા રસ્તાથી પસાર થઉ પડશે હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા આ વિસ્તારને વેગવંતો બનાવવા માટે અને આ બીચ અને જગ્યાનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે પણ અહી સુધી સહેલાણીઓને આવવા ગુજરાત રાજ્યના રોડ રસ્તા બહુ સાંકડા છે તેમજ આ બીચ સુધી પીવાનું પાણી દીવ પ્રશાસન પહોંચાડી શકી નથી.સહેલાણીઓને એક ખાનગી બીચનો અહેસાસ થાય તેવી જગ્યા તો મળશે પણ અહી પહોંચવા માટે થોડા સાંકડા રસ્તેથી પસાર થવું પડશે.  

Diu પ્રવાસીઓથી છલકાયું, બીચ પર જામી લોકોની ભીડ, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી વેકેશન દરમિયાન દીવમાં બહોળી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા અને વેકેશન ની મજા માણી હતી તથા ખાણી પીણી અને ફરવા નો લુપ્ત ઉઠાવ્યો હતો,સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમા ઉંમટયા સહેલાણીઓનો સેલાબ.સાસણ અને સોમનાથની સાથે સાથે લોકો દીવમા પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.

નાગવા બીચ
કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવનું સૌથી લોકપ્રિય અને ટુરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બનેલો નાગવા બીચ પ્રવસીઓથી છલકાયો છે, દીવ હાલ દેશ દુનિયાના ટુરિસ્ટ માટે આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર બન્યુ છે દીવ કિલ્લો,ચર્ચ,ખૂખરી વેસલ સહિત દીવનો નાગવા બીચ ચક્રતીર્થ બીચ.ખુકરી મેમોરિયમ, સહિતના બીચો અને ફરવા લાયક સ્થળો પર ભારે ભીડ જામી છે, અને ગઈકાલથી એકાએક પ્રવાસીઓ હજારોની સંખ્યામાં દીવ આવી પહોંચ્યા હતા, દેશ દુનિયાના પ્રવાસી દીવ આવી રહયા છે અને ટુરિસ્ટનો ધસારો ભારે જોવા મળી રહ્યો છે, દીવમા લોકોની ભીડ નવા વર્ષના આગમન સાથે થઈ હતી જે વેકેશન દરમિયાન જોવા મળશે અમુક પર્યટકો લાભપાંચમ સુધી ફરવાની મજા માણશે.



પર્યટકો માટે નવો બીચ તૈયાર
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો એક અવિભાજ્ય અને અવિકસિત એવો હિસ્સો કે જે આજ સુધી સ્થાનિક લોકો અને પર્યટકોથી અજાણ હતો આ એટલે સિમ્બોર બીચ.જે ઉના તાલુકાના સિમર ગામ પાસે આવેલ દરીયા કિનારે આવેલ છે.જે દીવનો જ એક હિસ્સો છે અહી ગુજરાતના ઉના તાલુકાના સિમર ગામ તેમજ આજુબાજુના લોકો માછીમારી માટેના દંગા બનાવીને રહેતા હતા.પ્રશંસકે આ જગ્યાને પણ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું વિચાર્યું જેથી હવે અહી મળશે એક નવું દીવ.

માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે
આ બીચ સુધી સિમર ગામ આવવા માટેનો દેલવાડાથી 12 કિમીનો રસ્તો છે.સિમર ગામથી આ બીચ એક કિમી દૂર છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના એકથી દોઢ કિમી વિસ્તાર સિવાયનો અહી ગુજરાતનો વિશાળ દરિયો આશરે 4 થી 5 કિમીનો છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ આ વિસ્તારનો પર્યટક સ્થળ તરીકે વિકાસ થવાથી ગુજરાતના આ અવિકસિત મોટા બિચને પણ ગુજરાત સરકાર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરે તો આ વિસ્તારના લોકોને રોજગારીની તક મળશે.દરિયાઈ વિસ્તારના આ લોકો હાલ ખેતી અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે.

સાંકડા રસ્તાથી પસાર થઉ પડશે
હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા આ વિસ્તારને વેગવંતો બનાવવા માટે અને આ બીચ અને જગ્યાનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે પણ અહી સુધી સહેલાણીઓને આવવા ગુજરાત રાજ્યના રોડ રસ્તા બહુ સાંકડા છે તેમજ આ બીચ સુધી પીવાનું પાણી દીવ પ્રશાસન પહોંચાડી શકી નથી.સહેલાણીઓને એક ખાનગી બીચનો અહેસાસ થાય તેવી જગ્યા તો મળશે પણ અહી પહોંચવા માટે થોડા સાંકડા રસ્તેથી પસાર થવું પડશે.