Dhoraji, Upletaમાં નુકસાનનું વળતર ચૂકવવા માગ, કૃષિ મંત્રીને કરાઈ રજૂઆત
ભારે વરસાદને પગલે રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં ખેડૂતોને મોટુ નુકસાન થયું છે, જેનું વળતર ચૂકવવાની માગ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કરી છે અને આ અંગે કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.39 ગામમાં અંદાજિત 75થી 90 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો ઉલ્લેખનીય છે કે ધોરાજી, ઉપલેટા વિસ્તારને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ પણ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં મગફળી, સોયાબીન, મરચાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને 39 ગામમાં અંદાજિત 75થી 90 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ખેડૂતોના ખેતરમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી કરી છે. ભારે વરસાદને પગલે ખેતી સિવાય અન્ય જગ્યાઓએ પણ લોકોને મોટુ નુકસાન થયુ છે અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી 99 તાલુકામાં વરસાદ રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અને સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 8 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે તાપી, ડાંગ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોનગઢમાં 8 ઈંચ જેટલો વરસાદ, વઘઈમાં 7 ઈંચ, વ્યારા અને વાંસદામાં સાડા 6 ઈંચ વરસાદ, ઉચ્છલમાં 5 ઈંચ, ડોલવણમાં સાડા 5 ઈંચ અને ડાંગ-આહવામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારે વરસાદને પગલે રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં ખેડૂતોને મોટુ નુકસાન થયું છે, જેનું વળતર ચૂકવવાની માગ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કરી છે અને આ અંગે કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.
39 ગામમાં અંદાજિત 75થી 90 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
ઉલ્લેખનીય છે કે ધોરાજી, ઉપલેટા વિસ્તારને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ પણ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં મગફળી, સોયાબીન, મરચાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને 39 ગામમાં અંદાજિત 75થી 90 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ખેડૂતોના ખેતરમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી કરી છે. ભારે વરસાદને પગલે ખેતી સિવાય અન્ય જગ્યાઓએ પણ લોકોને મોટુ નુકસાન થયુ છે અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી 99 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અને સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 8 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે તાપી, ડાંગ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોનગઢમાં 8 ઈંચ જેટલો વરસાદ, વઘઈમાં 7 ઈંચ, વ્યારા અને વાંસદામાં સાડા 6 ઈંચ વરસાદ, ઉચ્છલમાં 5 ઈંચ, ડોલવણમાં સાડા 5 ઈંચ અને ડાંગ-આહવામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.