Dhoraji Palika Election 2025: વહીવટદાર શાસનથી લોકો નાખુશ! શું છે નાગરિકોની માગ?

Jan 27, 2025 - 19:00
Dhoraji Palika Election 2025: વહીવટદાર શાસનથી લોકો નાખુશ! શું છે નાગરિકોની માગ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આશરે બે-અઢી વર્ષથી વહીવટી શાસન નગરપાલિકામાં હતું. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં ધોરાજીની આમ જનતામાં કેવા ઉમેદવાર અને કેવા કામો થવા જોઈએ તે વિશે વાંચો અમારો આ ખાસ અહેવાલ.

નાગરિકોની શું છે માગણીઓ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડધમ લાગી ગયા છે અને ધોરાજી નગરપાલિકામાં પણ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ધોરાજી નગરપાલિકામાં આશરે બેથી અઢી વર્ષ વહીવટદારનું શાસન હતું. ત્યારે હાલ જે ચૂંટણી આવી છે, તેમાં લોકોનો અભિપ્રાય જાણીએ તો વહીવટદાર શાસનથી લોકો નાખુશ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોડ રસ્તા હોય કે સાફ સફાઈ હોય કે પીવાનું શુદ્ધ પાણી હોય કે પછી આરોગ્યની વાત હોય વહીવટદાર શાસનમાં આ બધી વસ્તુથી લોકો હેરાન થયા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે.

ધોરાજીની આમ જનતા વહીવટદાર શાસનથી નાખુશ!

ધોરાજી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને હવે દરેક પક્ષ પોતાના ચોકઠાઓ અને પોતાના ઉમેદવારો નક્કી કરવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. હવે ધોરાજીની જનતાનો મિજાજ જાણીએ તો પીવા માટે શુદ્ધ પાણી, સારા રોડ રસ્તા, વ્યવસ્થિત સાફ-સફાઈ અને હોસ્પિટલમાં સારા એમડી દરજ્જાના ડોક્ટરો આ બધી લોકોની માગ અને લાગણી જોવા મળેલી છે. ભાજપ આવે કે કોંગ્રેસ આવે કે પછી આમ આદમી પાર્ટી આવે જે લોકોની અપેક્ષા આશાઓમાં ખરા ઉતરશે એવા ઉમેદવારો ધોરાજીની આમ જનતાને સારા ઉમેદવારો જોઈએ છે. છેલ્લા બે-અઢી વર્ષ થયા ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલ્યું હતું પણ ધોરાજીની આમ જનતા વહીવટદાર શાસનથી નાખુશ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ધોરાજીનો વિકાસ કોણ પક્ષ આવી અને કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0