Dhari: રહેણાંક વિસ્તારમાં આવી ચઢયા 4 સિંહ, CCTVમાં કેદ થયા દ્રશ્યો

ધારીના રહેણાંક વિસ્તાર નજીક 4 સિંહ લટાર મારતા જોવા મળ્યા..આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવી પહોંચતા હોય છે. જેને પગલે લોકોની સુરક્ષા જોખમાઈ છે. રહેણાક વિસ્તારમાં સિંહ આવી પહોંચતાં વનવિભાગને જાણ કરવામાં આવી છે.ધારીના નબાપરા વિસ્તારની વાડીમાં સિંહના આંટાફેરાના સમાચાર સામે આવ્યા છે. રહેણાક વિસ્તારમાં સિંહ જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શુઓના ફરજા નજીક 4 સિંહે લટાર મારતા જોવા મળ્યા છે. CCTV કેમેરામાં 4 સિંહ લટાર મારતા જોવા મળ્યા. આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવી પહોંચતા હોય છે. જેને પગલે લોકોની સુરક્ષા જોખમાઈ છે. રહેણાક વિસ્તારમાં સિંહ આવી પહોંચતાં વનવિભાગને જાણ કરવામાં આવી છે.નોંધનીય છે કે ધારી, અમરેલી, ગીર જંગલ વિસ્તાર અને જૂનાગઢ ભવનાથ તળેટીના શહેરી વિસ્તારમાં પણ સિંહ હવે આંટાફેરા કરી લેતા હોય છે. ગીર સોમનાથના વેરાવળમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. દેવલપુર ગીર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ એક મકાનની છત પર ચડી ગઈ હતી. સિંહણ મકાનના છત પર આરામ ફરમાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો તો સિંહણ છત પર ચડીને ત્રાડ મારે છે. તો સામે મોરલાઓ પણ તેને જવાબ આપતા હોય તેમ ટહુકા મારી રહ્યા છે. ઘટનાને પગલે ઘરની અંદર રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અવાર નવાર હવે શહેરી વિસ્તાર સુધી સિંહ આંટાફેરા કરી લેતા હોય છે

Dhari: રહેણાંક વિસ્તારમાં આવી ચઢયા 4 સિંહ, CCTVમાં કેદ થયા દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધારીના રહેણાંક વિસ્તાર નજીક 4 સિંહ લટાર મારતા જોવા મળ્યા..આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવી પહોંચતા હોય છે. જેને પગલે લોકોની સુરક્ષા જોખમાઈ છે. રહેણાક વિસ્તારમાં સિંહ આવી પહોંચતાં વનવિભાગને જાણ કરવામાં આવી છે.

ધારીના નબાપરા વિસ્તારની વાડીમાં સિંહના આંટાફેરાના સમાચાર સામે આવ્યા છે. રહેણાક વિસ્તારમાં સિંહ જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શુઓના ફરજા નજીક 4 સિંહે લટાર મારતા જોવા મળ્યા છે. CCTV કેમેરામાં 4 સિંહ લટાર મારતા જોવા મળ્યા. આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવી પહોંચતા હોય છે. જેને પગલે લોકોની સુરક્ષા જોખમાઈ છે. રહેણાક વિસ્તારમાં સિંહ આવી પહોંચતાં વનવિભાગને જાણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ધારી, અમરેલી, ગીર જંગલ વિસ્તાર અને જૂનાગઢ ભવનાથ તળેટીના શહેરી વિસ્તારમાં પણ સિંહ હવે આંટાફેરા કરી લેતા હોય છે. ગીર સોમનાથના વેરાવળમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. દેવલપુર ગીર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ એક મકાનની છત પર ચડી ગઈ હતી. સિંહણ મકાનના છત પર આરામ ફરમાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો તો સિંહણ છત પર ચડીને ત્રાડ મારે છે. તો સામે મોરલાઓ પણ તેને જવાબ આપતા હોય તેમ ટહુકા મારી રહ્યા છે. ઘટનાને પગલે ઘરની અંદર રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અવાર નવાર હવે શહેરી વિસ્તાર સુધી સિંહ આંટાફેરા કરી લેતા હોય છે