Dhangdhara: કુડામાં કોર્ટમાં સમાધાન કરવા બાબતે મારામારી, 19 સામે ફરિયાદ
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા પરિવારની દિકરીને પાંચ માસ પહેલા એક શખ્સ ભગાડી ગયો હતો. આ બાબતે કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન બાબતે ઝઘડો થયો હતો. જેમાં 7 મહિલા સહિત 19 આરોપીઓ સામે મારામારીની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.ધ્રાંગધ્રાના કુડા ગામે રહેતા 45 વર્ષીય કંચનબેન નાગરભાઈ સાંખલાપરા મજુરી કામ કરે છે. પાંચેક માસ પહેલા તેમની દિકરીને ખારાઘોઢાનો મુકેશ ભોપાભાઈ ભગાડીને લઈ ગયો હતો. આ બાબતે કોર્ટમાં કેસ ચાલે છે. ત્યારે મુકેશના પરિવારજનો અને સગાવ્હાલા કોર્ટમા સમાધાન કરવાનું કહેતા હતા. પરંતુ કોર્ટ કેસમાં સમાધાન કરવાની કંચનબેને ના પાડી હતી. આ વાતની દાઝ રાખી તા. 8મીના રોજ રાતના સમયે મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના ખાખરેચીના વિનોદ બચુભાઈ ધામેચા, ભરત બચુભાઈ ધામેચા, ચંદુ બચુભાઈ ધામેચા, વિષ્ણુ ભગવાનજી ધામેચા, ભગવાનજી બચુભાઈ ધામેચા, મુનીબેન ભરતભાઈ ધામેચા, શીતલ વિનોદભાઈ ધામેચા, મોરબીના જીવાપર ગામના સાગર ઘનશ્યામભાઈ હમીરપરા, સોનુબેન ઘનશ્યામભાઈ હમીરપરા, દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામના હાર્દીક વનાજી, વિજય વનાજી, મઘીબેન વનાજી, વનાજી, દસાડા તાલુકાના સડલાના લાલાભાઈ, મોરબીના ધરમપુરના જયાબેન, હળવદના ઘણાદના વાસુ અવચરભાઈ ઝીંઝુવાડીયા, રૂખી અવચરભાઈ ઝીંઝુવાડીયા, અવચર ગોરધનભાઈ ઝીંઝુવાડીયા, પુજાબેન અવચરભાઈ ઝીંઝુવાડીયા કાર અને બાઈક પર ધસી આવ્યા હતા. અને અપશબ્દો કહી સમાધાન કરી લેજો નહીતર સારાવાટ નહી આવે તેમ કહી લાકડી અને ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં સુનીલભાઈ નાગરભાઈ સાંખલાપરા, પુજાબેન સાંખલાપરા અને અસ્મીતાબેન સાંખલાપરાને ઈજા પહોંચી હતી. બનાવની કંચનબેને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે 7 મહિલાઓ સહિત 19 આરોપીઓ સામે મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વી. બી. જાદવ ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા પરિવારની દિકરીને પાંચ માસ પહેલા એક શખ્સ ભગાડી ગયો હતો. આ બાબતે કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન બાબતે ઝઘડો થયો હતો. જેમાં 7 મહિલા સહિત 19 આરોપીઓ સામે મારામારીની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
ધ્રાંગધ્રાના કુડા ગામે રહેતા 45 વર્ષીય કંચનબેન નાગરભાઈ સાંખલાપરા મજુરી કામ કરે છે. પાંચેક માસ પહેલા તેમની દિકરીને ખારાઘોઢાનો મુકેશ ભોપાભાઈ ભગાડીને લઈ ગયો હતો. આ બાબતે કોર્ટમાં કેસ ચાલે છે. ત્યારે મુકેશના પરિવારજનો અને સગાવ્હાલા કોર્ટમા સમાધાન કરવાનું કહેતા હતા.
પરંતુ કોર્ટ કેસમાં સમાધાન કરવાની કંચનબેને ના પાડી હતી. આ વાતની દાઝ રાખી તા. 8મીના રોજ રાતના સમયે મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના ખાખરેચીના વિનોદ બચુભાઈ ધામેચા, ભરત બચુભાઈ ધામેચા, ચંદુ બચુભાઈ ધામેચા, વિષ્ણુ ભગવાનજી ધામેચા, ભગવાનજી બચુભાઈ ધામેચા, મુનીબેન ભરતભાઈ ધામેચા, શીતલ વિનોદભાઈ ધામેચા, મોરબીના જીવાપર ગામના સાગર ઘનશ્યામભાઈ હમીરપરા, સોનુબેન ઘનશ્યામભાઈ હમીરપરા, દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામના હાર્દીક વનાજી, વિજય વનાજી, મઘીબેન વનાજી, વનાજી, દસાડા તાલુકાના સડલાના લાલાભાઈ, મોરબીના ધરમપુરના જયાબેન, હળવદના ઘણાદના વાસુ અવચરભાઈ ઝીંઝુવાડીયા, રૂખી અવચરભાઈ ઝીંઝુવાડીયા, અવચર ગોરધનભાઈ ઝીંઝુવાડીયા, પુજાબેન અવચરભાઈ ઝીંઝુવાડીયા કાર અને બાઈક પર ધસી આવ્યા હતા. અને અપશબ્દો કહી સમાધાન કરી લેજો નહીતર સારાવાટ નહી આવે તેમ કહી લાકડી અને ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં સુનીલભાઈ નાગરભાઈ સાંખલાપરા, પુજાબેન સાંખલાપરા અને અસ્મીતાબેન સાંખલાપરાને ઈજા પહોંચી હતી. બનાવની કંચનબેને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે 7 મહિલાઓ સહિત 19 આરોપીઓ સામે મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વી. બી. જાદવ ચલાવી રહ્યા છે.