Dhandhukaમાં પ્રજાસત્તાક પર્વને લઈ રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું, વાંચો ફુલ Story

Jan 25, 2025 - 09:30
Dhandhukaમાં પ્રજાસત્તાક પર્વને લઈ રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું, વાંચો ફુલ Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશના ૭૬મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી રવિવારે સવારે ૯ વાગ્યે ધંધુકાની કિકાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાનાર છે, ત્યારે આજે કૉલેજના પટાંગણમાં રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. જેમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તથા ગ્રામ્ય પોલીસવડા ઓમપ્રકાશ જાટે પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આવશ્યક સૂચનો કર્યા હતા.

અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી

આજના રિહર્સલમાં અમદાવાદ જિલ્લા પોલીસ તથા હોમગાર્ડના જવાનો દ્વારા અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ જિલ્લાની વિવિધ સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાહસ અને શૌર્યથી ભરપૂર સાંસ્કૃતિક કૃતિઓ તથા સાયબર સુરક્ષા જેવા સાંપ્રત વિષયો પર આધારિત નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા યોગનું મહત્ત્વ સમજાવી, સૂર્યનમસ્કાર તથા યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

પૂર્વ તૈયારીઓને આખરી ઓપ

આ તકે અધિક નિવાસી કલેક્ટર ભાવિન સાગર, ધંધુકા પ્રાંત અધિકારી વિદ્યાસાગર, બાવળાના પ્રાંત અધિકારી હિતેષ જોશી, ધંધુકા મામલતદાર વિજય ડાભી, તાલુકા વિકાસ અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0