Dhandhuka: CCIની ખરીદી ફરી શરૂ કરવા APMC ચેરમેનની મુખ્યમંત્રીને રજૂઆત
ધંધૂકા એપીએમસી ખાતે કેન્દ્ર સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા(સીસીઆઈ) દ્વારા આ સિઝનમાં કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેના કારણે ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળ્યા હતા.પરંતુ છેલ્લા લગભગ 15 દિવસથી સીસીઆઈ. દ્વારા કપાસ ખરીદ સમગ્ર ગુજરાતમાં બંધ કરવામાં આવેલ છે. સીસીઆઈના અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, રજીસ્ટ્રેશનમાં ટેકનીકલ ફેલ્ટને કારણે રજીસ્ટ્રશન ના થઈ શકતુ હોવાના કારણે ખરીદી બંધ છે.હજી ગામડે-ગામડે મોટા પ્રમાણમાં કપાસ ખેડૂતો પાસે છે. ખુલ્લા બજાર માં ભાવ નીચા છે.ત્યારે એપીએમસી ના ચેરમેન ચેતનસિંહ ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સીસીઆઈની ખરીદી શરૂ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. કોઈપણ પ્રકારની ટેકનીકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન બંધ છે તે બાબતે તાત્કાલીક ધોરણે તેનુ નિરાકરણ લાવવા સીસીઆઈને તાકીદ કરવા તથા પુનઃ કપાસ ખરીદી ચાલુ કરાવવા માટે મુખ્યમંત્રી આદેશ આપે તે જરૂરી હોવાનું રજૂઆતમાં વધુમાં જણવાયું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધંધૂકા એપીએમસી ખાતે કેન્દ્ર સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા(સીસીઆઈ) દ્વારા આ સિઝનમાં કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેના કારણે ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળ્યા હતા.
પરંતુ છેલ્લા લગભગ 15 દિવસથી સીસીઆઈ. દ્વારા કપાસ ખરીદ સમગ્ર ગુજરાતમાં બંધ કરવામાં આવેલ છે. સીસીઆઈના અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, રજીસ્ટ્રેશનમાં ટેકનીકલ ફેલ્ટને કારણે રજીસ્ટ્રશન ના થઈ શકતુ હોવાના કારણે ખરીદી બંધ છે.હજી ગામડે-ગામડે મોટા પ્રમાણમાં કપાસ ખેડૂતો પાસે છે. ખુલ્લા બજાર માં ભાવ નીચા છે.ત્યારે એપીએમસી ના ચેરમેન ચેતનસિંહ ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સીસીઆઈની ખરીદી શરૂ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. કોઈપણ પ્રકારની ટેકનીકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન બંધ છે તે બાબતે તાત્કાલીક ધોરણે તેનુ નિરાકરણ લાવવા સીસીઆઈને તાકીદ કરવા તથા પુનઃ કપાસ ખરીદી ચાલુ કરાવવા માટે મુખ્યમંત્રી આદેશ આપે તે જરૂરી હોવાનું રજૂઆતમાં વધુમાં જણવાયું છે.