Dhandhuka-ફેદરા રોડ પર ઈકો કારે પલટી મારતા 12 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદના ધંધુકામાં ઈકો કારે પલટી મારતા 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે,ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટલ નજીક આ ઘટના બની હતી જેમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,તો મધ્યપ્રદેશથી જૂનાગઢ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી,ઈકોમાં વધુ મુસાફરો બેઠેલા હતા જેના કારણે ડ્રાઈવરને ધ્યાન રહ્યું ન હતુ અને સ્ટેયરિંગ ફરી ગયુ.આ દુર્ઘટનામાં 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા આ દુર્ઘટનામાં 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.આ રોડ પર આમ પણ ભારે વાહનોની સાથે નાના શટલોમાં ખીચોખીચ મુસાફરોને બેસાડવામાં આવે છે. આરટીઓ અને પોલીસ ઉંઘી રહ્યું છે ધંધુકાથી સાળંગપુર જતા રોડ પર રોડ પર રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ તૂફાન અને ઈકો કારની અંદર ખીચોખીચ રીતે મુસાફરોને બેસાડવામાં આવે છે અને કાર ચલાવવામાં આવે છે,ઓછા રૂપિયા લઈ વધુ મુસાફરોને જીવના જોખમે બેસાડવામાં આવે છે,પોલીસ અને આરટીઓ આ બાબતને જાણે છે તેમ છત્તા કાર્યવાહી કરતું નથી જેના કારણે લોકોના જીવ જોખમમાં તો છે પણ કયારેક મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે,અધિકારીઓ એક બીજાને ખો આપતા રહેશે કે શું. ગઈકાલે પણ સર્જાયો અકસ્માત ખનીજ માફીયાઓ દ્વારા પુર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત સર્જતા હોય છે.જેમાં કેટલાય નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવો જ એક બનાવ ગત રોજ ધંધૂકામાં બન્યો હતો. જેમા એક્ટિવા પર પસાર થઈ રહેલ બે યુવકોને ડમ્પરે ટક્કર મારતા એક યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. સમગ્ર ઘટના બનતા આસપાસથી લોકો ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ધંધુકામાં ઈકો કારે પલટી મારતા 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે,ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટલ નજીક આ ઘટના બની હતી જેમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,તો મધ્યપ્રદેશથી જૂનાગઢ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી,ઈકોમાં વધુ મુસાફરો બેઠેલા હતા જેના કારણે ડ્રાઈવરને ધ્યાન રહ્યું ન હતુ અને સ્ટેયરિંગ ફરી ગયુ.
આ દુર્ઘટનામાં 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા
આ દુર્ઘટનામાં 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.આ રોડ પર આમ પણ ભારે વાહનોની સાથે નાના શટલોમાં ખીચોખીચ મુસાફરોને બેસાડવામાં આવે છે.
આરટીઓ અને પોલીસ ઉંઘી રહ્યું છે
ધંધુકાથી સાળંગપુર જતા રોડ પર રોડ પર રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ તૂફાન અને ઈકો કારની અંદર ખીચોખીચ રીતે મુસાફરોને બેસાડવામાં આવે છે અને કાર ચલાવવામાં આવે છે,ઓછા રૂપિયા લઈ વધુ મુસાફરોને જીવના જોખમે બેસાડવામાં આવે છે,પોલીસ અને આરટીઓ આ બાબતને જાણે છે તેમ છત્તા કાર્યવાહી કરતું નથી જેના કારણે લોકોના જીવ જોખમમાં તો છે પણ કયારેક મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે,અધિકારીઓ એક બીજાને ખો આપતા રહેશે કે શું.
ગઈકાલે પણ સર્જાયો અકસ્માત
ખનીજ માફીયાઓ દ્વારા પુર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત સર્જતા હોય છે.જેમાં કેટલાય નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવો જ એક બનાવ ગત રોજ ધંધૂકામાં બન્યો હતો. જેમા એક્ટિવા પર પસાર થઈ રહેલ બે યુવકોને ડમ્પરે ટક્કર મારતા એક યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. સમગ્ર ઘટના બનતા આસપાસથી લોકો ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા.