Devbhumi Dwarka: યાત્રાળુઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં જીજી હોસ્પિટલમાં ખસેડાયા
આસામથી દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા યાત્રાળુઓને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. ભોજન આરોગ્યા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. તમામને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. દ્વારકાના ભારત સેવાશ્રમમાં યાત્રાળુઓ રોકાયા હતા. આસામથી દ્વારકા દર્શન કરવા આવેલ દર્શનાર્થીઓને ફૂડ પોઇઝીનની અસર જોવા મળી હતી. આસામના 44 જેટલાં યાત્રાળુઓ શાક-ભાત આરોગ્યા બાદ 10થી 12લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં 8 જેટલાં યાત્રાળુઓને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગત રાત્રીમાં તેઓએ ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઇઝીન થયું, ત્યારબાદ તેઓને દ્વારકા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ યાત્રાળુઓ ગત અઠવાડિયે દ્વારકા આવ્યા હતા અને ભારત સેવાશ્રમ આશ્રમમાં રોકાયા હતા. સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે 20 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયેલ અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામ નજીક આવેલ શિવકુમારી આશ્રમમાં આવેલ વિદ્યાલયમાં 110 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય અભ્યાસ કરી રહ્યા છે, જે બપોરનું ભોજન ખોરાક લીધા બાદ 20 જેટલા વિધાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક પી.એસ.સી. સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ ભારે દોડધામ મચી ગઇ છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરો સાથે ઝીંઝુડા વિદ્યાલયમાં પહોચી તપાસ હાથ ધરી છે. આ ફૂડ પોઇઝનિંગ કેવી રીતે થયું તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ખોરાક કયો લીધો હતો તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આશ્રમના કથાકાર રાજુબાપુનો સંપર્ક કરતા તેમને અન્ય વ્યક્તિને ફોન આપી દેતા તેમની પ્રતિક્રિયા સામે આવી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આસામથી દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા યાત્રાળુઓને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. ભોજન આરોગ્યા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. તમામને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. દ્વારકાના ભારત સેવાશ્રમમાં યાત્રાળુઓ રોકાયા હતા.
આસામથી દ્વારકા દર્શન કરવા આવેલ દર્શનાર્થીઓને ફૂડ પોઇઝીનની અસર જોવા મળી હતી. આસામના 44 જેટલાં યાત્રાળુઓ શાક-ભાત આરોગ્યા બાદ 10થી 12લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં 8 જેટલાં યાત્રાળુઓને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગત રાત્રીમાં તેઓએ ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઇઝીન થયું, ત્યારબાદ તેઓને દ્વારકા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ યાત્રાળુઓ ગત અઠવાડિયે દ્વારકા આવ્યા હતા અને ભારત સેવાશ્રમ આશ્રમમાં રોકાયા હતા.
સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે 20 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયેલ
અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામ નજીક આવેલ શિવકુમારી આશ્રમમાં આવેલ વિદ્યાલયમાં 110 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય અભ્યાસ કરી રહ્યા છે, જે બપોરનું ભોજન ખોરાક લીધા બાદ 20 જેટલા વિધાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક પી.એસ.સી. સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈ ભારે દોડધામ મચી ગઇ છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરો સાથે ઝીંઝુડા વિદ્યાલયમાં પહોચી તપાસ હાથ ધરી છે. આ ફૂડ પોઇઝનિંગ કેવી રીતે થયું તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ખોરાક કયો લીધો હતો તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આશ્રમના કથાકાર રાજુબાપુનો સંપર્ક કરતા તેમને અન્ય વ્યક્તિને ફોન આપી દેતા તેમની પ્રતિક્રિયા સામે આવી નથી.