Deesaના નાના રસાણા મધ્યાહન ભોજન કેન્દ્ર પર સંચાલક કમ કુકની ભરતી પડી
ડીસા તાલુકાના નાના રસાણા મધ્યાન ભોજન યોજના કેન્દ્ર પર સંચાલક કમ કુક (વ્યવસ્થાપક)ની તદ્દન હંગામી ધોરણે માસિક રૂપિયા ૪૫૦૦/- ઉચક માનદ વેતનથી વર્ષ ૨૦૨૪-૨૫ માટે જાહેરાત બહાર પડાઈ છે. આ જગ્યા ભરવા માટે ડીસા તાલુકાના જે તે ગામના મૂળ રહેવાસી હોય તેવા ફક્ત સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે ઉમેદવારોને અરજી પત્રક વિના મૂલ્યે મધ્યાન ભોજન યોજના શાખા મામલતદાર ડીસા ગ્રામ્ય ખાતેથી મળી રહેશે. ઓનલાઈન કરો અરજી ઉમેદવારો પાસેથી અરજીઓ આગામી તા.૭/૦૨/૨૦૨૫ સુધીમાં કચેરી સમય સુધી સ્વીકારવામાં આવશે. સંચાલક કમ કુક (વ્યવસ્થાપક) માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ ૧૦ પાસ જરૂરી છે. વધુ લાયકાત વાળા ઉમેદવારો ઉપલબ્ધ થશે તો ઓછી લાયકાત વાળા ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવશે. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૦ વર્ષથી ઓછી નહીં તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ, સ્થાનિક, વિધવા, ત્યકતા, વિકલાંગ મહિલાઓને અગ્રતાક્રમ આપવામાં આવશે. અરજી સાથે અરજદારોએ શાળા છોડ્યાના દાખલાની પ્રમાણિત નકલ, શૈક્ષણિક લાયકાતની માર્કશીટની પ્રમાણિત નકલ, ઓળખ કાર્ડની નકલ, ઉમેદવારના રેશનકાર્ડની નકલ, ઉમેદવાર સ્વતંત્ર અથવા સંયુક્ત ખાતે દુકાન/પ્લોટ/ખેતીની જમીન ધરાવતા હોય તો આધાર પુરાવાની નકલ, ઉમેદવાર કોઈ ગુનામાં સંડોવાયેલા નથી કે કોઈ કોર્ટ કેસ ચાલતો નથી તે અંગે પોલીસ અધિકારીશ્રીનો દાખલો, તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા, અરજી પર મોબાઈલ નંબર અવશ્ય દર્શાવાનો રહેશે તેમ મામલતદાર ડીસા (ગ્રામ્ય) દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. એપ્રેન્ટીસને લઈ પણ કરાઈ જાહેરાત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) મીકેનીક ડીઝલ (૨)હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આઈ.ટી.આઈ.પાસ તથા જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ -૧૦ પાસ, આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે ભરતી બહાર પડાઈ છે. ઉમેદવારોએ www.apprenticeshipindia.gov વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી.,માર્કશીટ,આઈ.ટી.આઈ.તથા જાતી અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઇ ગુનાહીત પ્રુવૃતિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને બે પ્રતિષ્ઠીત વ્યક્તિના ચાલચલગતનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે વિભાગીય કચેરી,એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે રજૂ કરવાના રહેશે. બનાકાંઠા એસટી વિભાગનો પણ કરી શકાશે સંપર્ક આગામી તા.૦૪/૦૨/૨૦૨૫ થી તા.૧૫/૦૨/૨૦૨૫ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધીના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વહિવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહી તેમ વિભાગીય નિયામક એસ.ટી વિભાગ પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડીસા તાલુકાના નાના રસાણા મધ્યાન ભોજન યોજના કેન્દ્ર પર સંચાલક કમ કુક (વ્યવસ્થાપક)ની તદ્દન હંગામી ધોરણે માસિક રૂપિયા ૪૫૦૦/- ઉચક માનદ વેતનથી વર્ષ ૨૦૨૪-૨૫ માટે જાહેરાત બહાર પડાઈ છે. આ જગ્યા ભરવા માટે ડીસા તાલુકાના જે તે ગામના મૂળ રહેવાસી હોય તેવા ફક્ત સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે ઉમેદવારોને અરજી પત્રક વિના મૂલ્યે મધ્યાન ભોજન યોજના શાખા મામલતદાર ડીસા ગ્રામ્ય ખાતેથી મળી રહેશે.
ઓનલાઈન કરો અરજી
ઉમેદવારો પાસેથી અરજીઓ આગામી તા.૭/૦૨/૨૦૨૫ સુધીમાં કચેરી સમય સુધી સ્વીકારવામાં આવશે. સંચાલક કમ કુક (વ્યવસ્થાપક) માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ ૧૦ પાસ જરૂરી છે. વધુ લાયકાત વાળા ઉમેદવારો ઉપલબ્ધ થશે તો ઓછી લાયકાત વાળા ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવશે. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૦ વર્ષથી ઓછી નહીં તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ, સ્થાનિક, વિધવા, ત્યકતા, વિકલાંગ મહિલાઓને અગ્રતાક્રમ આપવામાં આવશે. અરજી સાથે અરજદારોએ શાળા છોડ્યાના દાખલાની પ્રમાણિત નકલ, શૈક્ષણિક લાયકાતની માર્કશીટની પ્રમાણિત નકલ, ઓળખ કાર્ડની નકલ, ઉમેદવારના રેશનકાર્ડની નકલ, ઉમેદવાર સ્વતંત્ર અથવા સંયુક્ત ખાતે દુકાન/પ્લોટ/ખેતીની જમીન ધરાવતા હોય તો આધાર પુરાવાની નકલ, ઉમેદવાર કોઈ ગુનામાં સંડોવાયેલા નથી કે કોઈ કોર્ટ કેસ ચાલતો નથી તે અંગે પોલીસ અધિકારીશ્રીનો દાખલો, તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા, અરજી પર મોબાઈલ નંબર અવશ્ય દર્શાવાનો રહેશે તેમ મામલતદાર ડીસા (ગ્રામ્ય) દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
એપ્રેન્ટીસને લઈ પણ કરાઈ જાહેરાત
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) મીકેનીક ડીઝલ (૨)હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આઈ.ટી.આઈ.પાસ તથા જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ -૧૦ પાસ, આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે ભરતી બહાર પડાઈ છે. ઉમેદવારોએ www.apprenticeshipindia.gov વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી.,માર્કશીટ,આઈ.ટી.આઈ.તથા જાતી અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઇ ગુનાહીત પ્રુવૃતિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને બે પ્રતિષ્ઠીત વ્યક્તિના ચાલચલગતનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે વિભાગીય કચેરી,એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે રજૂ કરવાના રહેશે.
બનાકાંઠા એસટી વિભાગનો પણ કરી શકાશે સંપર્ક
આગામી તા.૦૪/૦૨/૨૦૨૫ થી તા.૧૫/૦૨/૨૦૨૫ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધીના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વહિવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહી તેમ વિભાગીય નિયામક એસ.ટી વિભાગ પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.