Deesa: નંબર પ્લેટ પર ભગવાનના નામ લખવાનો ક્રેઝ!

Jun 25, 2025 - 02:00
Deesa: નંબર પ્લેટ પર ભગવાનના નામ લખવાનો ક્રેઝ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારમાં આવે છે જેને લઈને સુરક્ષાની દષ્ટિએ ખુબજ મહત્વ રહેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલાક ફેરવ્હીલ ગાડીઓ નંબર પ્લેટ વિનાનાં અને કાળા કાચ ધરાવતાં વાહનો બિન્દાસ્ત પણે પોલીસની નાક નીચે ફરી રહ્યાં છે. ખાસ કરીને સ્વિફ્ટ, થાર, સ્કોર્પિયો, એસયુવી અને ફેર્ચ્યુનર જેવી મોંઘીદાટ કારો પણ નંબર પ્લેટ વિના અને કાળા કાચ સાથે ફેરવવાનું વીઆઈપી કલ્ચર બનાસકાંઠાના ગામડાં જોવા મળી રહ્યું છે. જિલ્લામાં ફરી રહેલા નંબર પ્લેટ વિનાના અને કાળા કાચવાળા વાહનો કોઈ મોટી ઘટના સર્જે તેની ટ્રાફ્કિ પોલીસ રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એમાંય વળી છેલ્લા કેટલાક સમયથી શહેર અને ગામડામાં નંબર પ્લેટ પર દેવી-દેવતાઓનાં નામ લખવાનો ક્રેઝ વધી રહ્યો છે. ઠેર ઠેર નંબર પ્લેટ પર દેવી-દેવતાઓનાં નામ લખેલ ગાડીઓ અને બાઇકો ફરતા દેખાય છે. સામાન્ય વાહન ચાલકોને રસ્તામાં રોકી લેતી ટ્રાફ્કિ પોલીસ આવા વાહનોને કેમ રોકતા નથી એ પણ સવાલ છે. આવા વાહનોને લઈ પોતાનો રોફ્ જમાવવા માટે કાયદાનો ડર રાખ્યા વગર ગાડીની નંબર પ્લેટ પર છેડછાડ કરીને જાહેર રસ્તાઓ પર ફરી રહ્યા છે. ક્યાંક ટ્રાફ્કિ પોલીસના નજરે ચડે તો પત્રમ પુષ્પમ કરી વાહનોને જવા દેતા હોવાનું પણ કહેવાય છે. પોલીસમાં ફરજ બજાવતા માણસો પણ ગાડીઓના નંબર પ્લેટ વગર અને કાળા કાચ લઈને ફરે છે. ત્યારે પોલીસની જેમ કેટલાક અસામાજિક તત્વો પણ હવે નંબર પ્લેટ વિનાના વાહનો લઈને ફરી રહ્યા છે. આરટીઓ અને ટ્રાફ્કિ પોલીસ દ્વારા એક ડ્રાઈવ ગોઠવી આવા નંબર પ્લેટ વિનાના વાહનોને પકડી કાર્યવાહી કરવામાં આવે તેમજ ટ્રાફ્કિના નિયમોના ભંગ બદલ સીસીટીવી આધારે છેક ઘેર સુધી ટ્રાફ્કિ મેમા મોકલાવતી પોલીસ આવા વાહનોને પણ મેમા મોકલાવી દંડની કાર્યવાહી કરે તેવી લાગણી અન્ય વાહન ચાલકોમાં અને જાગૃત નાગરિકોમાં પ્રવર્તી રહી છે.

લગ્ન પ્રસંગોમાં નંબર પ્લેટ પર સ્ટિકર મારવાનો ક્રેઝ

બનાસકાંઠા જિલ્લામાં દરેક સમાજ ના લગ્ન પ્રસંગો માં પણ ગાડીઓના નંબર પ્લેટ પર સ્ટીકર મારવાની પ્રથા ચાલી રહી છે. લગ્ન પ્રસંગ પત્યા પછી પણ ગાડીઓ પરથી સ્ટીકર લેવામાં આવતું નથી અને આવી ગાડી પણ શહેરમાં રસ્તા પર ફરતી હોય છે. જે પણ સુરક્ષાની દષ્ટિએ ખુબજ ગંભીર ગણી શકાય છે.

વાહનચાલકો સામે પોલીસની બેવડી નીતિ

કાયદો દરેકના માટે સરખો હોય છે, પરંતુ હાઇવે પર દોડતા વાહન ચાલકો સામે પોલીસ તંત્રની બેવડી નીતિમાં જે વાહનચાલકોને નંબર પ્લેટ યોગ્ય હોય છે તેવા વાહન ચાલકોને રોકાવી અને દંડ ફ્ટકારવામાં આવતો હોય છે. ત્યારે પોલીસની સામેથી બુલેટ સહિતની મોંઘીદાટ ગાડીઓ અને બાઈક નંબર પ્લેટ વગર પસાર થતા હોય છે તેઓ રોકટોક વગર જતા હોય છે. અને સામાન્ય ગાડી ચાલકો અને બાઈક સવાર સામે દંડ આપવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ તંત્રએ આવા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0