Deesaમાં સ્પોર્ટ્સ ક્લબ પાછળ રહેણાંક મકાનમાંથી 395 ગ્રામ ગાંજા સાથે એક મહિલાની ધરપકડ

Sep 10, 2026 - 16:30
Deesaમાં સ્પોર્ટ્સ ક્લબ પાછળ રહેણાંક મકાનમાંથી 395 ગ્રામ ગાંજા સાથે એક મહિલાની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસે ઝુંબેશ ચલાવી છે. આ અંતર્ગત ડીસા ઉત્તર પોલીસની ટીમે બાતમીના આધારે ડીસા સ્પોર્ટ્સ ક્લબ પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રીનાબેન ઠાકોરના મકાનમાંથી 395 ગ્રામ ગાંજાનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ શરૂ 

પોલીસે સ્થળ પરથી મળેલા ગાંજાનો જથ્થો જપ્ત કરીને કુલ રૂ.29,750નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે રીનાબેન ઠાકોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મહિલા આ ગાંજો ક્યાંથી લાવી હતી અને કોને વેચવાની હતી તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.

રહેણાંક મકાનમાંથી 395 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો 

ડીસા ઉત્તર પોલીસની આ સફળ કામગીરીથી નશીલા પદાર્થોનો વેપાર કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ડીસા ઉત્તર પોલીસે એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડીને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં પોલીસની આકરી કામગીરીની સરાહના થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0