Dangમા વાસુર્ણા ગામ ખાતે રાજવી પરિવારના વંશજ રાજા દ્રારા ગાદી પૂજા કરાઈ
વાસુર્ણા ગામ ખાતે રાજવી પરિવારના વંશજ રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા ગાદી પૂજા કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં કે રાજ્યમાં રાજાઓના રજવાડા રહ્યા નથી ત્યારે એકમાત્ર ડાંગ જિલ્લામાં આદિવાસી રાજાઓને ડાંગ દરબાર વખતે સરકાર દ્વારા સાલિયાણું આપવાની પ્રથા આજ પર્યંત ચાલી રહી છે.ડાંગના પાંચ રાજવીઓ પૈકીના એક રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા દિવાળી સમયે વર્ષો ચાલતી પ્રથાને જીવંત રાખી છે. ગ્રામજનો પણ રહ્યાં હાજર આજ રોજ વાસુર્ણા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો આગેવાનો ની હાજરીમાં વર્ષો જૂની પરંપરાગત રીતે ઢોલ નગારા અને પાવરીના સુર તાલે રાજા ચાલતા ગામમાં ફર્યા હતા ત્યારબાદ ગામના પટેલ અને વડીલોએ પોતાની ડાંગી બોલીમાં શાસ્ત્રોત વિધિ કરી ગાદી પૂજા કરવામાં આવી હતી. ગાદી પૂજા બાદ રાજવીને સૌ ગ્રામીણ જનોએ તિલક કરી આશીર્વાદ લીધા હતા અને સૌથી જૂની પરંપરા નિભાવી હતી. ગાદી પૂજાના કાર્યક્રમમાં તેજસ્વીની સંસ્કૃતિ ધામ ના હેતલ દીદી હાજર રહ્યા હતા. આદિવાસીનું ગામ છે વાસુર્ણા વાસુર્ણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના આહવા તાલુકાનું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. વાસુર્ણા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાસુર્ણા ગામ ખાતે રાજવી પરિવારના વંશજ રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા ગાદી પૂજા કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં કે રાજ્યમાં રાજાઓના રજવાડા રહ્યા નથી ત્યારે એકમાત્ર ડાંગ જિલ્લામાં આદિવાસી રાજાઓને ડાંગ દરબાર વખતે સરકાર દ્વારા સાલિયાણું આપવાની પ્રથા આજ પર્યંત ચાલી રહી છે.ડાંગના પાંચ રાજવીઓ પૈકીના એક રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા દિવાળી સમયે વર્ષો ચાલતી પ્રથાને જીવંત રાખી છે.
ગ્રામજનો પણ રહ્યાં હાજર
આજ રોજ વાસુર્ણા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો આગેવાનો ની હાજરીમાં વર્ષો જૂની પરંપરાગત રીતે ઢોલ નગારા અને પાવરીના સુર તાલે રાજા ચાલતા ગામમાં ફર્યા હતા ત્યારબાદ ગામના પટેલ અને વડીલોએ પોતાની ડાંગી બોલીમાં શાસ્ત્રોત વિધિ કરી ગાદી પૂજા કરવામાં આવી હતી. ગાદી પૂજા બાદ રાજવીને સૌ ગ્રામીણ જનોએ તિલક કરી આશીર્વાદ લીધા હતા અને સૌથી જૂની પરંપરા નિભાવી હતી. ગાદી પૂજાના કાર્યક્રમમાં તેજસ્વીની સંસ્કૃતિ ધામ ના હેતલ દીદી હાજર રહ્યા હતા.
આદિવાસીનું ગામ છે વાસુર્ણા
વાસુર્ણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના આહવા તાલુકાનું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. વાસુર્ણા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. આ ગામ ખાતે નાગલી, અડદ, વરાઇ જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.