Dang: વરસાદના આગમનથી પહાડોની વચ્ચે પ્રકૃતિનું સૌંદર્ય ખીલ્યું, અદ્ભૂત નજારાનો જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. જૂનના અંતમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદનો કહેર જોવા મળ્યો. સુરત શહેરને વરસાદે બાનમાં લેતા નદી નાળા છલકાયા. તો કેટલાક સોસાયટીઓમાં વરસાદીપાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદના આગમન સાથે જ પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ અદભૂત નજારો જોઈ તમે પણ તુરત ડાંગના પ્રવાસે નીકળી જશો.
મજા માણવાનો માહોલ જામ્યો
ડાંગમાં મોસમની મજા માણવાનો માહોલ જામવા લાગ્યો છે. વરસાદી વાતાવરણથી પહાડોની વચ્ચે પ્રચલિત ગીરાધોધ સાથે અન્ય અનેક ધોધ સક્રિય થયા. ગુજરાત મહારાષ્ટ્ર હદ વિસ્તારમાં વાડિયાવનના ડુંગર પરના એક ધોધનો વિડિયો વાયરલ થયો છે. અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો આ ભમ્ભાઇ ધોધ લોકોમાં આકર્ષણ નુંકેન્દ્ર બન્યો. મહાદેવની જટામાંથી ધરતી પર ગંગા અવતરણ થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પ્રવાસના શોખીનો ધ્યાનમાં રાખે કે ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારમાં આ સ્થળે પહોંચવા માટે ટ્રેકિંગ જ એક માત્ર વિકલ્પ છે.
ડાંગનું સૌંદર્ય વધુ રમણીય બન્યું
ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ગીરા ધોધ સાથે અનેક ધોધ સક્રિય થયા છે. પર્વતની ઉંચી ચોટી પરથી પડતા આ ધોધ ડાંગની સુંદરતામાં વધારો કરે છે. ડાંગમાં આહલાદ્રક દ્રશ્યો સર્જાતા પર્યટકોને કે સાદ પાડી નજારાનો આનંદ માણવા આમંત્રણ આપી રહ્યા છે. આ સપ્તાહમાં વરસાદ મન મૂકીને વરસરતા ડાંગનું સૌંદર્ય વધુ રમણીય બન્યું છે.
What's Your Reaction?






