Dakor: રણછોડરાય મંદિરે શરદ પૂનમની ઉમંગભેર ઉજવણી, ભક્તો હરખાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યાત્રાધામ ડાકોરમાં શરદ પૂનમની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. મોડી રાતથી ભક્તો મંગળા આરતીમાં સહભાગી થવા માટે મંદિર પરિસરમાં આવી પહોંચ્યા હતા. વહેલી સવારે સવા પાંચ વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં આશરે એક લાખથી વધારે ભાવિકો ઊમટી પડયા હતા અને ભગવાન કાળિયા ઠાકરના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ભગવાન કાળિયા ઠાકરને સવા લાખનો મુગટ ધરાવવામાં આવ્યો હતો. પૂનમના અનેરા પ્રસંગે ભક્તોમાં હરખની હેલી જોવા મળી હતી અને મંદિર પરિસર મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાથી ગૂંજી ઊઠયું હતું. હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઊમટી પડતાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાકોર ભગવાન કાળિયા ઠાકરના દર્શને દર પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે અને યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર કમિટી દ્વારા આયોજન કરવામાં આવે છે.
What's Your Reaction?






