Dahod:લીમખેડા તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગનો સર્વે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લીમખેડા તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં હાલની સિઝનને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા મેલેરિયા અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી ડો.સી.એમ.મછાર ના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં હાલની સિઝનને ધ્યાનમાં રાખી શુદ્ધ પીવાના પાણીની ખાતરી કરવામાં આવી હતી તથા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગો અટકાયતી પગલા રૂપે જુદી જુદી ટીમો બનાવી વેક્ટર કંટ્રોલ કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં બંધ ટાંકી,માટલા, ફ્રીજ, કુલર ,ફૂલદાનીઓ, પાણીના પીપ, તથા ધાબા ઉપરના છત,તેમજ આજુબાજુ પાણી ભરાઈ રહેલ ખાડા ખાબોચિયા માં ટેમીફોજ તથા બળેલા ઓઈલનો છંટકાવ કરાયો હતો. પાણી ભરાઈ રહે તેવી જગ્યામાં ઓઈલના દડા બનાવી મુકાયા હતા. તેમજ કાયમી અવર જવર રહે તેવી તમામ જગ્યાઓ ઉપર ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવ્યુ હતું.
What's Your Reaction?






