Dahod:રાવણના પૂતળાનું દહન સાથે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી

Oct 3, 2025 - 04:00
Dahod:રાવણના પૂતળાનું દહન સાથે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવ દિવસ જગતજનની માતાજીની આરાધના પર્વ તરીકે ઉજવાતા નવરાત્રીના દિવસોમાં મોડી રાતનાં મીઠા ઉજાગરાનો આનંદ લૂંટયા બાદ એ જ ઉત્સાહ-ઉમંગથી આસુરી, શક્તિ ઉપર દૈવી શક્તિ વિજય પ્રાપ્ત કર્યો હતો. વિજયોત્સવ ઉજવવાના પર્વ વિજયાદશમીની દાહોદ સહિત જિલ્લામાં ઉજવણી કરાઇ હતી. તેમજ વિજયા દશમી નિમિત્તે રાવણ દહન કરાયા હતા. ફાફડા જલેબીની જયાફત માણી હવે દિવાળી પણ નજીક આવી ત્યારે તેની તૈયારી પણ શરૂ થશે.

આદ્યશક્તિ માં અંબાના રંગે રંગાવાના પર્વ નવરાત્રી ઉત્સવમાં દાહોદમાં શેરી ગરબાએ રંગ જમાવ્યો હતો. મા આદ્યશક્તિના પર્વને નવરાત્રિની દાહોદ શહેર અને જિલ્લામાં ધામધૂમ પૂર્વક પૂરાં ઉત્સહ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ હતી. નવરાત્રીની આઠમના દિવસે શ્રદ્ધાળુએ ચંડીપાઠ જેવા ધાર્મિક કાર્યક્રમો પણ મંદિરોમાં કર્યા હતા. આઠમનો હવનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. વિજયાદશમીના દિવસે પણ ઉજવણીનો પ્રારંભ ફાફડા જલેબીની જયાફ્ત સાથે થયો હતો. મોડે સુધી ગરબે ઘૂમ્યા છતાં સવારથી જ ફાફડા જલેબીની દુકાનો ઉપર કતારો જામી હતી. પરંપરાગત દુકાનો ઉપરાંત પ્રસંગે ફરસાણ વેચનારાઓએ પણ ફાફડા જલેબીની હાટડીયો માંડતા દાહોદ શહેરમાં નોંધપાત્ર વેચાણ થયું હતું. દિવસ દરમિયાન નોરતાનો થાક ઉતાર્યો હતો. ઘણા પરિવાર એ પારંપરિત રીતે કુળદેવીની પૂજા અર્ચના પણ કરી હતી. જ્યારે દશેરાના દિવસે મોટી સંખ્યામાં લોકોએ નવા વાહનોની ખરીદી કરી હોવાનું જાણવા મળી રહ્યું તેમજ નવા શોરૂમ દુકાનોના ઉઘ્દાટન થયા હતા. જ્યારે રાજપૂત સમાજ તેમજ દાહોદ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજન કર્યું હતું. પોલીસ વાહનો પણ પૂજા કરાઇ હતી. દાહોદ શહેરમાં વિજયાદશમી ઠેરઠેર રાવણ દહનનો કાર્યક્રમ યોજાતો હોય છે, સાંજે પરેલ ગોદી રોડ, ગોધરારોડ, તેમજ ગુજરાતીવાડમાં રાવણ દહન કરાયા હતા. જય શ્રીરામના ગગન ભેદી નારા વચ્ચે રાહણ દહન કરાયું હતું. રાવણ દહન વેળાએ તમામ સ્થળોએ ભારે ભીડ જામી હતી. મુખ્યત્વે બાળકોએ રાવણ દહનની મજા માણી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0