Dahodમાં બહુચર્ચિત નકલી NA કેસ, ફરાર આરોપીઓના ઘરે પોલીસે લગાવી નોટિસ
દાહોદમાં નકલી NA પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં આરોપીઓના ઘરે અને જાહેર સ્થળોએ નોટિસ લગવાઈ છે,6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે નોટિસ લગાવી છે,નોટીસમાં જણાવ્યું છે કે,20 ડિસેમ્બર સુધી હાજર નહીં થાય આરોપીઓ તો કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે તેમની મિલકતને પણ ટાંચમાં લેવામાં આવશે,નકલી NA પ્રકરણમાં રામુ પંજાબીની મુખ્ય સંડોવણી સામે આવી છે. આરોપીઓ ફરાર આ કેસમાં અમુક આરોપીઓ ઝડપાઈ ગયા છે,જયારે મુખ્ય આરોપીઓ હજી પણ ફરાર હોવાની વાત સામે આવી છે,મે મહિનામાં પહેલી ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ બન્ને આરોપીઓ ફરાર થયા હતા,આરોપી સામે અત્યાર સુધી 5 પોલીસ ફરિયાદ નોંધાઈ છે,ભૂમાફિયાઓએ જમીનોના નકલી NA તૈયાર કર્યા હતી અને સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની કરી હતી ચોરી.સમગ્ર પ્રકરણમાં પોલીસની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. NA કેસમાં નોટિસ દાહોદમાં બહુચર્ચિત નકલી NA કેસમાં નોટિસ આપવામાં આવી છે,સાત અલગ-અલગ વિભાગોને આ નોટિસ આપવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવશે,આ કેસમાં 179 જેટલા નકલી NA હુકમ બનાવાયા હતા જેને લઈ ભૂમિકા ભજવનારા સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે ગૃહના અધિક સચિવ, મહેસૂલ વિભાગને લેખિતમાં જાણ કરાઈ છે.સાથે સાથે જમીન સુધારણા કમિશનરને લેખિતમાં જાણ કરાઈ છે. મોટુ જમીન કૌંભાડ દરમિયાન અંદાજે ૧૭૯ સર્વે નંબરોમાં અનેક ગેરરીતિઓ થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેનો રિપોર્ટ કલેકટરને કર્યો હતો. આ રિપોર્ટની ખરાઈ અને તપાસ પૂર્ણ થતા ઉક્ત કચેરીઓમાં ખોટા હુકમોને સાચા તરીકે ઉપયોગ કરી નોંધો દાખલ કરી હોવાનું તેમજ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબત ગુનાઇત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. જિલ્લા કલેકટરે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી દાહોદ, એસએલઆર, ડીઆઇએલઆર, દાહોદ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ,ચીટનીશ ટુ કલેક્ટર, થતા દાહોદ-તાલુકા વિકાસ અધિકારીને તેઓની કચેરીના નામનો ઉપયોગ કરીને જે સંદીગ્ઘ હુકમો થયા છે. નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં દાહોદના બિલ્ડર શૈશવ પરીખને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેમાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી શૈશવ પરીખના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવ્યા હતા. જેમાં સરકારને કરોડોનો ચૂનો આરોપીએ લગાવ્યો હતો. આરોપીની ઓફિસ અને ઘરેથી મહત્વના દસ્તાવેજ મળ્યા છે. જેમાં દાહોદ જિલ્લામા નકલીના બોલબાલા જોવા મળ્યા છે. પોલીસને 2 દિવસમાં 5 ફરિયાદ મળી દાહોદ પોલીસનું કહેવું છે કે અમે લોકોને અનુરોધ કર્યો હોય કે તેમના ધ્યાને આવાં કોઈ કૌભાંડ હોય તો અમને જાણ કરજો. જેના પગલે બે દિવસમાં પાંચેક અરજીઓ પોલીસને મળી છે. જેમાં સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડ્યો હોય તેવી બોગસ દસ્તાવેજની 73AA વાળી અરજીઓ પણ છે. જમીનો પર સોસાયટી બની ગઈ અને લોકો રહેવા પણ આવી ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદમાં નકલી NA પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં આરોપીઓના ઘરે અને જાહેર સ્થળોએ નોટિસ લગવાઈ છે,6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે નોટિસ લગાવી છે,નોટીસમાં જણાવ્યું છે કે,20 ડિસેમ્બર સુધી હાજર નહીં થાય આરોપીઓ તો કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે તેમની મિલકતને પણ ટાંચમાં લેવામાં આવશે,નકલી NA પ્રકરણમાં રામુ પંજાબીની મુખ્ય સંડોવણી સામે આવી છે.
આરોપીઓ ફરાર
આ કેસમાં અમુક આરોપીઓ ઝડપાઈ ગયા છે,જયારે મુખ્ય આરોપીઓ હજી પણ ફરાર હોવાની વાત સામે આવી છે,મે મહિનામાં પહેલી ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ બન્ને આરોપીઓ ફરાર થયા હતા,આરોપી સામે અત્યાર સુધી 5 પોલીસ ફરિયાદ નોંધાઈ છે,ભૂમાફિયાઓએ જમીનોના નકલી NA તૈયાર કર્યા હતી અને સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની કરી હતી ચોરી.સમગ્ર પ્રકરણમાં પોલીસની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
NA કેસમાં નોટિસ
દાહોદમાં બહુચર્ચિત નકલી NA કેસમાં નોટિસ આપવામાં આવી છે,સાત અલગ-અલગ વિભાગોને આ નોટિસ આપવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવશે,આ કેસમાં 179 જેટલા નકલી NA હુકમ બનાવાયા હતા જેને લઈ ભૂમિકા ભજવનારા સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે ગૃહના અધિક સચિવ, મહેસૂલ વિભાગને લેખિતમાં જાણ કરાઈ છે.સાથે સાથે જમીન સુધારણા કમિશનરને લેખિતમાં જાણ કરાઈ છે.
મોટુ જમીન કૌંભાડ
દરમિયાન અંદાજે ૧૭૯ સર્વે નંબરોમાં અનેક ગેરરીતિઓ થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેનો રિપોર્ટ કલેકટરને કર્યો હતો. આ રિપોર્ટની ખરાઈ અને તપાસ પૂર્ણ થતા ઉક્ત કચેરીઓમાં ખોટા હુકમોને સાચા તરીકે ઉપયોગ કરી નોંધો દાખલ કરી હોવાનું તેમજ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબત ગુનાઇત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. જિલ્લા કલેકટરે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી દાહોદ, એસએલઆર, ડીઆઇએલઆર, દાહોદ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ,ચીટનીશ ટુ કલેક્ટર, થતા દાહોદ-તાલુકા વિકાસ અધિકારીને તેઓની કચેરીના નામનો ઉપયોગ કરીને જે સંદીગ્ઘ હુકમો થયા છે.
નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા
નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં દાહોદના બિલ્ડર શૈશવ પરીખને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેમાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી શૈશવ પરીખના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવ્યા હતા. જેમાં સરકારને કરોડોનો ચૂનો આરોપીએ લગાવ્યો હતો. આરોપીની ઓફિસ અને ઘરેથી મહત્વના દસ્તાવેજ મળ્યા છે. જેમાં દાહોદ જિલ્લામા નકલીના બોલબાલા જોવા મળ્યા છે.
પોલીસને 2 દિવસમાં 5 ફરિયાદ મળી
દાહોદ પોલીસનું કહેવું છે કે અમે લોકોને અનુરોધ કર્યો હોય કે તેમના ધ્યાને આવાં કોઈ કૌભાંડ હોય તો અમને જાણ કરજો. જેના પગલે બે દિવસમાં પાંચેક અરજીઓ પોલીસને મળી છે. જેમાં સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડ્યો હોય તેવી બોગસ દસ્તાવેજની 73AA વાળી અરજીઓ પણ છે. જમીનો પર સોસાયટી બની ગઈ અને લોકો રહેવા પણ આવી ગયા છે.