Dahod:જિલ્લામાં સિંચાઈ કૂવાના તમામ કામ અધૂરા

Aug 19, 2025 - 03:00
Dahod:જિલ્લામાં સિંચાઈ કૂવાના તમામ કામ અધૂરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અને મનરેગા શાખા પહેલેથી જ વિવાદમાં છે. તેવા સમયે મનરેગા યોજના હેઠળ ફાળવવામાં આવેલા 4000 કરતાં વધુ સિંચાઈ કુવામાંથી એક પણ કુવો પૂર્ણ થયો નથી.

ઉપરાંત 1000 કરતાં વધુ કુવાનું તો ખાત મુહૂર્ત સુધ્ધાં ન થતાં મનરેગા શાખાના કોન્ટ્રાક્ટયુચલ કર્મચારીઓ પર કાર્યવાહીની તલવાર લટકી રહી હોવાનું જાણવા મળ્યુ છે. દાહોદ જીલ્લામાં મનરેગા શાખા અંતર્ગત 250થી વધુ વિકાસકામો કરી શકાય છે તેમ છતાં જિલ્લામાં સિંચાઈ સુવિધા વધારવાના હેતુથી આ વખતે સિંચાઈ કુવાને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.વ્યક્તિગત કામોને મંજૂરી આપવામાં આવી નથી અને સામુહિક કામ તરીકે જિલ્લા આખામાં 4343 જેટલા સિંચાઈ કુવા ગત મે માસમાં મંજૂર કરવામાં આવ્યા હતા. કુવાના બાંધકામ સત્વરે શરુ કરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની કડક અને આગ્રહ ભરી સૂચનાઓ પણ ઉપરી અધિકારીઓએ આપી હતી પરંતુ હાલ સુધીમાં કોઈ નક્કર કામગીરી પૂર્ણ થઈ હોય તેમ જણાતુ નથી.કારણ કે તારીખ 12 ઓગસ્ટ સુધીનો જે રિપોર્ટ આવ્યો છે તે પ્રમાણે જીલ્લામાં 4343 માંથી 3162 જેટલા કુવાના કામ શરુ થયા છે પરંતુ એક પણ કુવાનું કામ પૂર્ણ થઈ શક્યુ નથી.આમ તો મંજૂરી મળ્યાને ત્રણ મહિના જેટલો સમય વીતી જવા છતાં એક પણ કુવાનું કામ પૂર્ણ થઈ શક્યુ નથી જ્યારે જિલ્લામાં 1181 જેટલા કુવાના કામ તો શરુ જ થઈ શક્યા નથી.કારણ કે હાલમાં ચોમાસુ ચાલી રહ્યુ છે અને સમગ્ર જિલ્લામાં વાવેતર કરેલુ છે.જમીન પણ પોચી થઈ ગઈ છે ત્યારે કુવાના સ્થાન સુધી પહોંચવાથી માંડીને કુવાનું ખોદકામ કરવુ એ વ્યવહારિક રીતે જ અઘરુ છે. જાણવા મળ્યુ છે કે કુવાની કામગીરીને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરાવવા માટે કડકાઈ પણ કરવામાં આવે છે અને મૌખિકરીતે કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી રહી છે આ કુવા મંજૂર કરવામાં આવ્યા ત્યારે પણ ચુંટાયેલા પદાધિકારીઓને વિશ્વાસમાં લેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ પણ આ પહેલા જ થતા આવ્યા છે.

ગામના વિકાસ માટે મહત્વની મનાતી ગ્રામસભા નામની જ રહી ગઈ

ગામડાઓમાં કોઈ પણ વિકાસ કામોને મંજૂર કરાવવા ગ્રામસભામાં ચર્ચા અને તેની અનુમતિ જરૂરી હોય છે.મનરેગાના કામોની ચર્ચા પણ ગ્રામ સભામાં થાય અને 60-40 ટકાના લેબર મટીરીયલ્સના રેસીયો પ્રમાણે કામોને મંજૂરી આપી શકાય છે, ત્યારે દાહોદ જિલ્લાના ગામડાઓમાં આ વખતે 266 કામોમાંથી ફ્ક્ત કુવાના જ જથ્થાબંધ કામોને મંજૂર કરી દેવા પાછળનો તર્ક સ્થાનિકોની સમજથી બહાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0