Dahod : ઇન્દોર-અમદાવાદ હાઇવે પર 2 અકસ્માતથી ટ્રાફિક ઠપ્પ, 2થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઇન

Aug 25, 2026 - 10:00
Dahod : ઇન્દોર-અમદાવાદ હાઇવે પર 2 અકસ્માતથી ટ્રાફિક ઠપ્પ, 2થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઇન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ નજીક ઇન્દોર-અમદાવાદ હાઇવે પર 2 અલગ અલગ અકસ્માત સર્જાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બંને અકસ્માત રસ્તા વચ્ચે સર્જાતા હાઇવેના બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. અકસ્માતના કારણે કેટલાક સમય માટે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જાલત ગામ પાસે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર પહેલો અકસ્માત

પ્રથમ અકસ્માત દાહોદ નજીક જાલત ગામ પાસે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર સર્જાયો હતો. મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ જઈ રહેલી એક આઇસર ગાડી અને ટ્રાલા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રસ્તા પર વાહનો અટવાઈ જતા વાહન વ્યવહારને નજીકના રસ્તા પરથી ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

Dahod Highway Accidents: Two Crashes Cause Traffic Jam as Four Vehicles Damaged

ડાયવર્ઝન બાદ આ જ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો 

આ અકસ્માતના કારણે દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા માર્ગ પર પણ ટ્રાફિકનું દબાણ વધ્યું હતું. ડાયવર્ઝન બાદ આ જ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. બીજા બનાવમાં આઇસર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આમ, બંને તરફ અકસ્માત સર્જાતા ઇન્દોર-અમદાવાદ હાઇવે પર વાહન વ્યવહાર પર ગંભીર અસર પહોંચી હતી.

Dahod Highway Accidents: Two Crashes Cause Traffic Jam as Four Vehicles Damaged
2થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ

બંને રસ્તાઓ પર અંદાજે 2થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. અકસ્માતમાં કુલ 4 વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Dahod Highway Accidents: Two Crashes Cause Traffic Jam as Four Vehicles Damaged
વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી 

ઘટનાની જાણ થતાં પોલીસ અને હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ક્રેન અને જેસીબીની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે ટ્રાફિકને નિયંત્રિત કરી હાઇવે પર વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. 2 અલગ અલગ અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિએ વાહનચાલકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા. પોલીસે બંને અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો   :     Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0