Dahod Rain: લીમખેડામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ, 30થી વધુ મકાનો પાણીમાં ડુબ્યા

Jun 15, 2025 - 19:00
Dahod Rain: લીમખેડામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ, 30થી વધુ મકાનો પાણીમાં ડુબ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથિયાવન ગ્રામ પંચાયતના ચીભડિયા ફળિયામાં ગત મોડી સાંજે પવન સાથે ભારે વરસાદ વરસતા 30થી વધારે જેટલા મકાનોમાં વાંકડી નદીના પાણી ફરી વળ્યા છે. મકાનોમાં ભારે તારાજી સર્જાઈ છે, રહેણાંક મકાનોમાં 7-7 ફૂટ પાણી ભરાઈ જતા અનાજ, પાણી સહિત ઘરવખરીનો તમામ માલ સામાન પાણીમાં ડૂબી ગયો છે. જેને પગલે ચીભડીયા ફળિયાના રહીશોને આખી રાત ડુંગર ઉપર ભૂખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો.

તંત્ર સામે રહીશોમાં ભારે આક્રોશ

જ્યારે નેશનલ હાઈવેને નદીના પાણીને રોકીને બંધ કરવા માટે રહીશોએ કહ્યું હતું. કારણ કે ભારે તારાજી સર્જાઈ હતી. તેમજ લીમખેડા તાલુકા વહીવટી તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો. જ્યારે ઘટનાને કલાકો વીતી ગયા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પણ હાથ ધરવામાં ન આવતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોર બાદ રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ ધમાકેદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજ્યના લગભગ 58 તાલુકામાં 2 કલાકમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં ગોંડલમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

બીજી તરફ આજે વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ છવાયું છે અને ત્યારબાદ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ સિવાય નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદી વાદળો ઘેરાયા છે. ચીખલી અને વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વાંસદા અને ચીખલીમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0