Dahod APMC ચૂંટણીમાં મોટો અપસેટ, ખેડૂત વિભાગમાં સત્તાધારી BJP પેનલ તૂટી, MLA મહેન્દ્ર ભાભોરની કારમી હાર

Oct 19, 2025 - 13:00
Dahod APMC ચૂંટણીમાં મોટો અપસેટ, ખેડૂત વિભાગમાં સત્તાધારી BJP પેનલ તૂટી, MLA મહેન્દ્ર ભાભોરની કારમી હાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ એપીએમસી (APMC) ની ચૂંટણીના પરિણામો ભાજપ માટે મિશ્ર રહ્યા છે, જ્યાં એક તરફ પક્ષે બહુમતી બેઠકો જીતી છે, તો બીજી તરફ ખેડૂત વિભાગમાં મોટો અપસેટ થયો છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, જ્યારે 2 બેઠકો કોંગ્રેસને મળી છે. જોકે, ભાજપ માટે સૌથી આઘાતજનક બાબત એ રહી કે સત્તાધારી પક્ષની પેનલ તૂટી જતાં દેવગઢબારિયાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરની આ ચૂંટણીમાં હાર થઈ છે, જે ભાજપની સત્તાવાર પેનલ માટે મોટો ઝટકો ગણાય છે.

કોંગ્રેસના પૂર્વ MLA વજેસિંગની જીત

ખેડૂત વિભાગની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજેસિંગ પણદાએ શાનદાર જીત હાંસલ કરી છે. મહેન્દ્ર ભાભોરની હાર અને વજેસિંગ પણદાની જીતથી સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસને ફરી એકવાર ઉત્સાહ મળ્યો છે. 10માંથી 2 બેઠકો જીતવા છતાં કોંગ્રેસના દિગ્ગજ નેતાની જીત ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ પરિણામો સૂચવે છે કે ખેડૂત વિભાગમાં ખેડૂતોનો મૂડ સંપૂર્ણપણે એકતરફી રહ્યો નથી.

વેપારી વિભાગમાં બળવાખોરનો વિજય

ચૂંટણીના પરિણામોમાં માત્ર રાજકીય હરીફો જ નહીં, પણ પક્ષના આંતરિક વિખવાદની અસર પણ જોવા મળી છે. વેપારી વિભાગની કુલ 4 બેઠકોમાંથી 1 બેઠક ભાજપના જ બળવાખોર ઉમેદવારના ફાળે ગઈ છે, જ્યારે બાકીની 3 બેઠકો ભાજપે જીતી છે. આ બળવાખોર ઉમેદવારની જીત એ દર્શાવે છે કે સંગઠન સ્તરે નારાજગી પ્રવર્તી રહી છે. એકંદરે, દાહોદ APMCની ચૂંટણીમાં ભાજપે સંખ્યાત્મક બહુમતી જાળવી રાખી છે, પરંતુ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતથી તેની પેનલને મોટો આંચકો લાગ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0