DABHOI: ડભોઇ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે RSS દ્વારા વર્ષ પ્રતીપ્રદા પર્વની ઉજવણી

Mar 24, 2026 - 06:00
DABHOI: ડભોઇ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે RSS દ્વારા વર્ષ પ્રતીપ્રદા પર્વની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડભોઇ ખાતે કૉલેજ ગ્રાઉન્ડ ઉપર RSSના 6 ઉત્સવો પૈકી વર્ષ પ્રતીપ્રદા ઉત્સવની ઉજવણી કરાઇ હતી. જેના ભાગરૂપે નગરમાં સ્વયંસેવકોએ પથ સંચલન પણ કર્યું હતું. ભગવો ધ્વજ લઈને નીકળેલ સંચલનનું નગરજનોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. જેમાં જિલ્લાના કરજણ વિસ્તાર એટલે કે ડભોઈ, કરજણ, શિનોર વિસ્તાર ના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. સંચલન બાદ આદ્ય સરસંઘચાલક પ્રણામ અને ત્યાર બાદ પ્રાંત સહસેવા પ્રમુખ મનસુખ પટેલે હિંદુ સમાજની એકતા અને હિંદુ સમાજની વેરવિખેર શક્તિઓ બાબતે ધ્યાન દોર્યું હતું. સાંપ્રત સમય માં સનાતન ધર્મની જરૂરિયાત અને હિંદુ જીવનશૈલી એકમાત્ર આશાનો માર્ગ છે. વિશ્વ આખું જયારે યુદ્વની ભયાવહ સ્થિતિમાંથી પસાર થાય છે. ત્યારે વસુધૈવ કુટુંબ એટલે કે સમગ્રવિશ્વ મારો પરિવાર એવી સનાતનની ભાવના જ એકમાત્ર ઉકેલ છે. આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના શશીકાંત પટેલ, બીરેન શાહ, કિરીટ પટેલ સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0