DA Hike: સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર! 5મા પગાર પંચના મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના પાંચમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ માટે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો ઠરાવ બહાર પાડીને કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike) માં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને શૈક્ષણિક સંસ્થાઓના હજારો કર્મચારીઓને સીધો આર્થિક ફાયદો થશે.
જાણો ક્યારથી કેટલા ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે?
નાણાં વિભાગના નવા ઠરાવ અનુસાર, અલગ-અલગ ગાળા માટે મોંઘવારી ભથ્થાના દરમાં ક્રમશઃ વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
- જુલાઈ 2022થી: 396 ટકા મોંઘવારી ભથ્થાની ચૂકવણી
- 1 જાન્યુઆરી 2023થી: 412 ટકા મોંઘવારી ભથ્થાની ચૂકવણી
- 1 જુલાઈ 2023થી: 427 ટકા મોંઘવારી ભથ્થાની ચૂકવણી
- 1 જાન્યુઆરી 2024થી: 443 ટકા મોંઘવારી ભથ્થાની ચૂકવણી
મહત્વનો લાભ: કર્મચારીઓને જાન્યુઆરી-2026ના પગાર સાથે જ આ વધારેલા નવા દરનો સીધો લાભ મળતો થઈ જશે.
વર્ષોનું એરિયર્સ હપ્તાવાર ચૂકવવામાં આવશે
કર્મચારીઓ માટે સૌથી ખુશીની વાત એ છે કે, આ વધારો જૂની તારીખથી લાગુ કરવામાં આવ્યો હોવાથી તેમને મોટી રકમનું એરિયર્સ (તફાવતની રકમ) મળશે. સરકાર દ્વારા 1 જુલાઈ 2021થી એરિયર્સની ચૂકવણી ગણવામાં આવશે. આ અંતર્ગત 1 જુલાઈ 2021થી લઈને 1 જાન્યુઆરી 2024 સુધીના ગાળાના એરિયર્સની ચૂકવણી કર્મચારીઓને સરકારના નિયમ મુજબ હપ્તાવાર કરવામાં આવશે.
કોને-કોને મળશે આ યોજનાનો લાભ?
સરકારના આ સરક્યુલરથી નીચે મુજબના વિભાગના પાંચમા પગાર પંચ હેઠળ આવતા તમામ કર્મચારીઓને મોટો આર્થિક સદ્ધરતા મળશે
- પંચાયતના કર્મચારીઓ
- નગરપાલિકાના સ્ટાફ
- મહાનગરપાલિકાના કર્મચારીઓ
- સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ
આ પણ વાંચો - Gujarat Weather Update, 3 June: આ જિલ્લાઓમાં ભારે મેઘગર્જના, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

