Corporation Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત, આ તારીખે યોજાશે મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ તારીખથી ચૂંટણી શરૂ થશે.
ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નનએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. મત ગણતરી 18 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે, 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પહેલી બેઠકો પર ચૂંટણી થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નને જણાવ્યું હતું કે, મત ગણતરી 18 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે, 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. 1032 સંવેદનશીલ મતદાન મથકો હશે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. ખાલી પહેલી બેઠકો પર ચૂંટણી થશે.
એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર
- 1032 સંવેદનશીલ મતદાન મથકો
- 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર
- ખાલી પહેલી બેઠકો પર ચૂંટણી જાહેર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત
- ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નનને કરી જાહેરાત
મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરાઈ ચુક્યું
અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
What's Your Reaction?






