Coldplay કોન્સર્ટની ફેક ટિકિટ વેચાવવા લાગી, વડોદરાની વિદ્યાર્થિનીને લાગ્યો 7 હજારનો ચૂનો
અમદાવાદમાં યોજનાર કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ સૌ કોઈ ઉત્સાહિત છે અને ટિકિટની ખરીદી કરી રહ્યાં છે તેની સામે કાળા બજારીયાઓ એકટિવ થઈ ગયા છે અને તેઓ ટિકિટના નામે બોગસ ટિકિટ ઈસ્યુ કરીને રૂપિયા પડાવી રહ્યાં છે,આવી જ એક ઘટના વડોદરામાં બની જેમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ વિદ્યાર્થિની છેતરાઈ ગઈ છે,અને તેની પાસેથી પહેલા 31 હજાર રૂપિયા લેવામાં આવ્યા પરંતુ ત્યારબાદ યુવતીએ તેમાંથી 24 હાજર રૂપિયા પરત મેળવ્યા હતા.કોલ્ડપ્લે કોન્સર્ટની ફેક ટિકિટ વેચાવા લાગી કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ટિકિટો તો વેચાઈ ગઈ છે પણ ઘણા ઉત્સાહીઓ હજી પણ ટિકિટ લેવા માટે તલપાપડ છે ત્યારે તમારી સાથે પણ આવી જ છેતરપિંડી થઈ શકે છે.વડોદરા જિલ્લાની વિદ્યાર્થિનીઓએ રૂપિયા 31 હજારમાં ખરીદેલી 6 ટિકિટો ફેક નીકળી તો વિદ્યાર્થિની સો.મીડિયાથી ટિકિટ ખરીદી હતી અને ત્યારબાદ વિદ્યાર્થિનીએ ટિકિટ વેરીફાઈ કરતા જાણ થઈ કે આ ટિકિટ તો નકલી છે ત્યારે તેમના પગ જમીન પરથી સરકી ગયા હતા અને તેમણે સાયબર ક્રાઇમ વિભાગની મદદથી રૂપિયા પરત મેળવ્યા હતા તો સાયબર ક્રાઈમે 31 હજારમાંથી 24 હજાર રૂપિયા પરત મેળવી આપ્યા છે. આરોપીઓએ અલગ-અલગ મોકલ્યા કયુઆર સ્કેનર વિદ્યાર્થિનીએ કહ્યું કે, અલગ-અલગ ક્યુઆર કોડ આવતા અમને છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં જ 1930 પર સંપર્ક કર્યો હતો. બાદમાં અમે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અમે ઠગબાજને 15 ટિકિટની લાલચ આપી અને તેણે અલગ-અલગ પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યા હતા, તેના માધ્યમથી સાયબર ક્રાઇમની મદદ લઈ 24,000 રૂપિયાની રકમ અન્ય ખાતામાં બ્લૉક કરાવી હતી. એટલે આ આખા કિસ્સામાં જેટલા વહેલા સાયબર ક્રાઇમનો સંપર્ક આપ કરી શકો તેટલી જલ્દી તમારું પેમેન્ટ રિકવર કરવાના ચાન્સ વધી જતા હોય છે. હાલમાં આવી થતી છેતરપિંડી અટકાવવા માટે સોશિયલ મીડિયા પર આવતી જાહેરાતો પર ખરાઈ કર્યા બાદ જ ટિકિટ ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ. વાયાગોગો પ્લેટફોર્મ પર ફરીથી વેચવામાં આવી રહી છે ટિકિટ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) ખાતે 25 જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રથમ શો માટેની ટિકિટો શનિવારે બપોરે 12 વાગ્યાથી બૂક માય શો ઉપર વેચાવાની શરૂ થઈ હતી અને માત્ર એક કલાક કરતાં ઓછા સમયમાં તે ટિકિટો વેંચાઈ ગઈ હતી, જેનાથી ઘણા ચાહકો નિરાશ થયા છે.આ ટિકિટો હવે વાયાગોગો (Viagogo) જેવા પ્લેટફોર્મ પર ફરીથી વેચવામાં આવી રહી છે, જેના ઉપર પ્રીમિયમ કેટેગરીની ટિકિટની કિંમત રૂ.10 લાખ જેટલી છે.લોકપ્રિય એપ પર સર્ચ કરવાથી જાણવા મળે છે કે સાઉથ પ્રીમિયમ સેક્શનની ટિકિટ પ્રતિ વ્યક્તિ રૂ. 2 લાખમાં વેચાઈ રહી છે. પ્લેટફોર્મની સૌથી ઓછી કિંમતની ટિકિટ રૂ. 12,000થી શરૂ થાય છે. અમદાવાદના શો માટે લગભગ 950 ટિકિટ ઉપલબ્ધ છે. ઘણા નિરાશ ચાહકોએ નિરાશા વ્યક્ત કરી છે, એમ કહીને કે તેઓ લાંબી ઓનલાઈન કતારોમાં અટવાઈ ગયા હતા તેમછતાં શો માટે એક પણ ટિકિટ મેળવી શક્યા નથી. એક ચાહકે સોશિયલ મીડિયા પર નિરાશા વ્યક્ત વ્યક્ત કરતાં કહ્યું કે, હું થાકી ગયો છું. અન્ય લોકોએ સમાન લાગણીઓ શેર કરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -