CM ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ખાતે કુંભમેળાની લેશે મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભમેળામાં જશે. સાથે ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લેશે. 3 ફેબ્રુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલ કુંભ મેળામાં જશે તેવા સમાચાર સામે આવ્યા છે. કાર્યકર અને ધારાસભ્ય તરીકે મૌન રહીને પક્ષની કામગીરી કરનાર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના વિકાસને ગતિ મળે છે. આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ખાતે ઉજવણી થઈ રહેલ મહા કુંભ મેળાની મુલાકાત લેશે.
દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન
મહત્વનું છે કે ભારતમાં કુંભ સ્નાનનું વિશેષ માહાત્મ્ય છે. ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે.દેશમાં વિશિષ્ટ સ્થાનો પર જ કુંભ મેળાની ઉજવણી થતી હોય છે.આ સ્થાનોમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકનો સમાવેશ થાય છે. આ વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનાની 13 તારીખે શરૂ થયેલ મહાકુંભ ફેબ્રુઆરીની 26 તારીખ સુધી ચાલશે. આ પહેલા 2013માં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું.
કુંભમાં શાહી સ્નાન
કુંભમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. શાહી સ્નાનમાં ભક્તો ઉત્સાહ પૂર્વક ભાગ લેતા હોય છે. આ વખતે 13મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાનું સ્નાન, 12 ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમાનું સ્નાન અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું સ્નાન પણ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત
આ વખતે પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરીએ બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ અને ત્રીજું શાહી સ્નાન 3જી ફેબ્રુઆરીએ યોજાશે. જણાવી દઈએ કે 3જી ફેબ્રુઆરીના રોજ હિંદુ ધાર્મિક તિથિ મુજબ વસંતપંચમીનો દિવસ છે. વસંતપંચમીનો દિવસ હિંદુ પરંપરામાં બહુ ખાસ માનવામાં આવે છે. અને ભૂપેન્દ્ર પટેલ પણ 3 ફેબ્રુઆરીના રોજ મહાકુંભની મુલાકાતે જવાના છે.
ભાજપના ગઢ કહેવાતા એવા ઘાટલોડિયમાં પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલે જીત મેળવી હતી. ત્યારબાદથી જીતનો સિલસિલો ચાલુ જ રહ્યો. આજે દુનિયાની લોકપ્રિય હસ્તીઓ અને કંપનીઓ ગુજરાતમાં રસ ધરાવે છે. મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે તો વિખ્યાત લોકો ગુજરાતના કચ્છનું રણ, સોમનાથ મંદિર તેમજ દ્વારકા જેવા જાણીતા વિસ્તારની મુલાકાત લઈ આનંદ અનુભવે છે. મહાકુંભમાં સાધુ-સાધ્વીઓ, વિશ્વ પ્રસિદ્ધ લોકો ઉપરાંત દેશના રાજનેતાઓ પણ પ્રયાગરાજની મુલાકાતે છે.
What's Your Reaction?






